મોરબીમાં આજે રવિવારે સાંજે યોગ વર્ગ, ગાયત્રી યજ્ઞ અને રોપ વિતરણ
મોરબી : મોરબી આરએસએસ અને સેવા ભારતી દ્વારા આજે રવિવારે સાંજે યોગ વર્ગના આયોજનમાં ગાયત્રી યજ્ઞ યોજવાની સાથે રોપ વિતરણ કરવામાં આવશે.
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા આયોજીત નિ:શુલ્ક યોગ શિબિરમાં આજે રવિવારે સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાકે ગોકુલનગર પ્રાથમિક શાળા એપોલો હોલ પાછળ, શનાળા રોડ મોરબી ખાતે યોગ વર્ગમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સર્વે યોગ સાધકો, યોગ સમર્થકો અને યોગ પ્રેમીઓને સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે.
આ ઉપરાંત સાંજે ૫:૩૦ થી ૬:૩૦ કલાકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ અને સેવા ભારતી દ્વારા તુલસી, અજમો,કેક્ટસ તુલસી, બારમાસી, તીલકતુલસી, એલોવીરા, ચીનીગુલાબ, મીઠોલીમડો, અપરાજિત (શંખ પુષ્પી), ચણોઠિ, પાનફૂટી, ઝેડ પ્લાન્ટ, મની વેલ જેવા ગૃહઉપયોગી,સ્વાસ્થ્ય રક્ષક છોડનું નિશુલ્ક વિતરણ કરવામાં આવશે જેનો લાભ લેવા યાદીમાં જણાવાયું છે.