મોરબી : પોલીસને ચકમો આપી બોલેરો ચાલક સહિતના ફરાર
પોલસે પીછો કરતા પોલીસની ગાડી સાથે ભટકાડી બોલેરો મૂકી નાશી ગયા
મોરબીના જુના ધુટુ રોડ પર એન્જલ સિરામિક નજીક બોલેરો ગાડી પોલીસે રોકવાનો પ્રયાસ કરતા બોલેરોના ચાલકે ગાડી ઉભીના રાખી પોલસે પીછો કરતા પોલીસની ગાડી સાથે ભટકાડી બોલેરો મૂકી નાશી ગયા હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસમાં નોધાઇ છે
મળતી માહિતી મુજબ મોરબીના બી ડીવીઝન પોલીસમાં ફરજ બજાવતા પ્રદીપસિંહ બહાદુરસિંહ ઝાલાએ ફરિયાદ નોધવી છે કે પોતે તથા બી ડીવીઝન પોલીસ સ્ટાફ પોતાની ફરજના ભાગરૂપે નાઈટ પેટ્રોલિંગમાં હોય અને આરોપી બોલેરો જીજે ૪ વાય ૧૦૯૬ ના ચાલક તથા તેમાં બેસેલ સરદારજી જેવા નવેક જેટલા ઇસમો પોતાની બોલેરોગાડીમાં હોય દરમિયાન જુના ધુટુ રોડ પર એન્જલ સિરામિક નજીક પોલીસે ગાડી રોકવાનો ઈશારો કરવા છતાં ગાડી નહિ રોકી પોલીસની કાયદેસરની ફરજમાં રુકાવટ કરી તેમજ પોતાનું વાહન પુર ઝડપે ચાલવી સ.વા. માં પોતાની ગાડી ભટકાડી સ.વા ને નુકશાન કરી નાશી જઈ પોલીસે પીછો કરતા જુના ધુવા ગામે પોતાનું વાહન મૂકી નાશી ગયા હોવાની ફરિયાદ નોધવી છે તો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે