સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

જેતપુર પાસે અકસ્માત સર્જી મોતને ભેટનાર યુવાન સામે ગુન્હો નોંધાયો

બાવાપીપળીયાના કાળુબારૈયાના બાઇક સાથે મુતક વિશાલે બાઇક અથડાવ્યું 'તું: મૃતકના ફુવાએ મારથી મોત થયાનો આક્ષેપ કર્યો હતો પણ ફોરેન્સીક પી.એમ.માં અકસ્માતે મોત થયાનું ખુલ્યું

જેતલસર તા.ર૦ : જેતપુર તાલુકા આરબટીંબડી નજીક બેફિકરાઇથી બાઇક ચલાવી બાવા પીપળીયાના યુવાનના બાઇક સાથે બાઇક અથડાવી સારવારમાં મોતને ભેટેલા જેતલસરના યુવાન સામે બાવાપીપળીયાના યુવાનના પગના ત્રણ કટકા કર્યા જેવીગંભીર ઇજાઓ પહોચાડવા બદલ જેતપુર તાલુકા પોલીસે ગુનો નોંધ્યો છે. મૃતકના ફુવાના આક્ષેપ મુજબ વિશાલનું મૃત્યુ ૭ શખ્સેના મારથી ઇજાના કારણે થયું હતું જયારે પોલીસના કહેવા મુજબ જેતલસરના યુવાનનું અકસ્માત દરમિયાન રોડ પર માથુ પટકાવાથી મૃત્યુ થયાનું ફોરેન્સિક રીપોર્ટમાં  બહાર આવ્યું છ.ે

બનાવની મળતી વિગતો મુજબ ગત તા.૧૦/૬ ના રોજ જેતલસર ગામના વિશાલ પ્રવિણ ગોહેલ નામના યુવાને બાવાપીપળીયા ગામના કાળુભાઇ બાબુભાઇ બારૈયા નામના ૩૪ વર્ષના કોળી યુવાનના બાઇક સાથે બાઇક અથડાવતા કાળુભાઇને પગમાં ફેકચર જેવી ગંભીર ઇજાઓ પહોંચી હતી જયારે કાળુભાઇના પત્ની અને તેમના પુત્રને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.

બીજીબાજુ સારવાર દરમિયાન વિશાલનું મૃત્યુ થતા મૃતકના  ફુવાએ આક્ષેપ કર્યો હતો કે સાતેક શખ્સોએ હુમલો કરતા બચવા ભાગેલા વિશાલનું બાઇક કાળુભાઇના બાઇક સાથે અથડાયું હતું.

એટલું જ નહિ વિશાલનું મૃત્યુ અકસ્માતથી નહિ પણ હુમલાખોરોના મારની ઇજાના કારણે થયું હતું.

પરંતુ વિશાલનું મૃત્યુ અકસ્માત સમયે રોડ પર પટકાવાથી માથુ ભટકાતા સારવાર દરમિયાન મૃત્યુ થયાનું જેતપુર તાલુકા પોલીસે જણાવ્યં હતું. દરમિયાન બાવાપીપળીયા ગામના ઇજાગ્રસ્ત કાળુભાઇની ફરીયાદ પરથી જેતપુર તાલુકા પોલીસના પીએસઆઇ મોલવી ગોજીયાએ મૃતક વિશાલ પ્રવિણ ગોહીલ સામે આઇપીસી ર૭૯,૩૩૭, ૩૩૮, ૩૦૪ (અ) મોટર વ્હીકલ એકટ ૧૭૭, ૧૮૪ મુજબ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

(4:08 pm IST)