સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

જુનાગઢમાં કમિશ્નર તુષાર સુમેરાનું સવારે ૭ થી મોનીટરીંગઃ બે સફાઇ કર્મી અને ચાર એન્જીનીયરને નોટીસ

માત્ર બે દિવસમાં જ રૂા ૧૨ હજારના દંડની વસુલાતઃ કન્ટેનર માટે પ્લેટફોર્મ

જુનાગઢ તા ૨૦ : જુનાગઢમાં મ્યુની. કમિશ્નરશ્રી તુષાર સુમેરાએ સવારે ૭ વાગ્યાથી સફાઇ સહીતની કામગીરી પર મોનીટરીંગ શરૂ કરતા મનપાના અધિકારીઓ અને કર્મચારીઓ દોડતા થઇ ગયા છે. કમિશ્નરશ્રી તુષાર સુમેરાએ ફરજમાં બેદરકારી સબબ બે સફાઇકર્મી અને ચાર એન્જીનીયરને નોટીશ ફટકારી હોવાનું જાણવા મળેલ છે.

મહાનગર જુનાગઢ સાફ સુથરૂ રહે તે માટે નવનિયુકત કમિશ્નર શ્રી તુષાર સુમેરાએ કવાયત શરૂ કરી છે. શહેરમાં સવારે ૭ વાગ્યાથી સફાઇ કામગીરી હાથ કરવામાં આવતી હોય, આથી આ કામગીરીના જાત નિરીક્ષણમાટે શ્રી સુમેરાએ સવારે ૭ વાગ્યાથી મનપાના અધિકારીઓ સાથે સફાઇ કામગીરીનુઁ જાત નીરીક્ષણ શરૂ કર્યુ હત જેના ભાગરૂપે આજે શ્રી સુમેરાએ વોર્ડ નંે૧૭ની ડોર ટુ ડોર મુલાકાત લઇ સફાઇ કામગીરીનું નિરીક્ષણ કર્યુ હતુ અને જરૂરી સુચના આપી હતી.

એટલુંજ નહીં કમિશ્નરશ્રીએ સ્થાનીક રહીશોની મુલાકાત લઇ તેમને યોગ્ય રીતે કચરાનો નિકાલ કરવાની અપીલ કરી હતી. વોર્ડ નં.૧૭ ની મુલાકાત દરમ્યાન બે સફાઇ કર્મી ગેરહાજર હોવાનું જણાતા તેમને તાત્કાલીક શ્રી સુમેરા દ્વારા નોટીશ ફટકારવામાં આવી હતી.

આ ઉપરાંત ગઇકાલે ફરજમાં બેદરકારી સબબ મનપાના ચાર એન્જીનીયરને કમિશ્નરશ્રી સુમેરાએ નોટીશ પાઠવતા અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

શ્રી સેમુરાએ અકીલા સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, જાહેરમાં કચરો ફેંકનાર સામે દંડનીય કાર્યવાહી વિકલ્પ નથી. લોકો અને વેપારીઓ દ્વારા ડસ્ટબીનનો ઉપયોગ કરવામાં આવે અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન દરમ્યાન કચરો આપવામાં આવે તે જરૂરી છે. લોકોમાં જાગૃતી આવે તે માટે છેલ્લા બે દિવસમાં રૂા ૧૨ હજારનો દંડ વસુલવામાં આવ્યો હોવાનું શ્રી સુમેરાએ જણાવ્યું હતું. આજની મુલાકાત દરમ્યાન શહેરની ત્રણ સોસાયટીમાં સધન સફાઇ માટે સ્વીપર મશીન મુકવામાં આવેલ છે, અને કન્ટેનર આસપાસ ગંદકી થાય નહીં તે સંદર્ભેકન્ટેનર માટે પ્લેટફોર્મબનાવવાનો નિર્ણય લેવાયો છે.પ્લેટફોર્મ ઉપર કન્ઠેનર રાખીને તેની આસપાસ ગંદકી થાય નહીં તેવો પ્રાયસ હાથધરવામાં આવ્યો હોવાનું પણ કમિશ્નર શ્રી તુષાર સુમેરાએ જણાવ્યું હતું

(4:07 pm IST)