સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

જૂનાગઢમાં આરટીઓ દ્વારા સ્કૂલ વાહનોનું સઘન ચેકિંગ : 21 વાહનો ડિટેઈન કરાયા : 27 વાહનોને મેમો અપાયો

જૂનાગઢમાં આરટીઓ દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં સ્કૂલ વાહનોનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. જેમાં નિયમ વિરુદ્ધ ચાલતા સ્કૂલ વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. 21 વાહનો ડીટેઈન કરવામાં આવ્યા હતા. અને 27 વાહનોને મેમો આપવામાં આવ્યો હતો. આરટીઓની તપાસમાં પાસિંગથી વધુ વિદ્યાર્થીઓ. વાહન ફીટનેશ પ્રમાણપત્ર, વિમો, પીયુસી ન હોવાનું બહાર આવ્યું હતુ..

(2:26 pm IST)