સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

દ્વારકામાં પાણીના ટાંકામાં સંતાડેલ દારૂ-બિયરનો રૂ.૧.૭૪ લાખનો જથ્થો ઝડપાયો

ખંભાળીયા તા. ર૦ : દેવભુમિ જિલ્લાના પોલીસ વડા રોહન આનંદએ એલ.સી.બી.ના પોલીસ ઇન્સ. એમ.ડી. ચંદ્રાવાડીયા સુચના આપી હતી. એલ.સી.બી.ના પો.સ.ઇ. વી.એમ.ઝાલા તથા એલ.સી.બી.ના સ્ટાફના માણસો આ અંગે દ્વારકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.

આ કામગીરી અંગે એલ.સી.બી.ની ટીમો દ્વારા પેટ્રોલીંગ દરમિયાન એ.એસ.આઇ. ભરતસિંહ બી.જાડેજા અને પોલીસ હેડ કોન્સ. અજીતભાઇ બારોટ, અરજણભાઇ મારૂનાઓને સંયુકતમાં બાતમી રાહે હકીકત મળેલ કે દ્વારકા ટીવી સ્ટેશન વિસ્તારમાં રહેતા મેહમુદ નુરમહમદ બાલાગામીયા પોતાના એકટીવા વાહનમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરી કરે છે. અને દારૂની ડીલીવરી કરવા રૂપેણ બંદર રોડ પર નીકળનાર છે. તેવી હક્કીત આધારે વોચ કરતા આરોપી મેહમુદ નુરમહમદભાઇ બાલાગામીયા મુસ્લીમ ઉ.ર૭ રહે. દ્વારકા ટીવી સ્ટેશન શંકરાચાર્ય વિદ્યાપીઠ દ્વારકા વાળાને એકટીવા રજી. નં. જી.જે.૩૭ એફ ર૦૯પ સાથે પકડી પાડેલ અને એકટીવાની ડેકીમાંથી ઓફીસર ચોઇસની વ્હીસ્કીની બોટલ મળી આવેલ અને વધુ ઇંગ્લીસ દારૂના જથ્થા બાબતે પુછતા તેણે તથા તેના સહ આરોપી ભાગીદાર રાજેશભાઇ માનસિંગભા માણેના રહેણાંક મકાને છુપાવી રાખેલ છે

તેમ જણાવતા રાજેશભા માનસીંગભા માણેકના મકાને રેઇડ કરતા તેના ઘરે તથા રૂમની અંદર સેટી પાસે જમીનમાં પાણીનો ટાંકો બનાવેલ તેમાં ટાઇલ્સ કી કરી અંદર ભૂગર્ભ ટાંકામાં દારૂનો જથ્થો સંતાડેલ તે કાઢી આપતા જોતા પરપ્રાંતીય ઇંગ્લીશ દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો ૩૮૭ કિ. રૂ.૧,પ૪,૮૦૦ તથા બીયરના ટીન નંગ ૧૯૮ કિ. રૂ.૧૯,૮૦૦ કુલ કિ. રૂ. ૧૭૪,૬૦૦ નો દારૂનો જથ્થો તથા દારૂની ફેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ એકટીવા મો.સા.કિ. રૂ.રપ,૦૦૦ તથા નોકીયા કંપનીનો મોબાઇલ ફોન સાદો કિ. રૂ.પ૦૦ કુલ મુદામાલ મળી કિ. રૂ. ર૦૦,૧૦૦ સાથે આરોપી મેહમુદ નુરમહમદભાઇ બાલાગામીયા મુસ્લીમને પકડી પાડેલ અને અન્ય આરોપી રાજેશભા માનસંગભા માણેક રહે દ્વારકા ટીવી સ્ટેશન વિસ્તાર તથા કારૂક નુરમહમદભાઇ બાલાગામીયા જાતે મુસ્લીમ રહે દ્વારકા ટીવી સ્ટેશન વિસ્તાર શંકરાચાર્ય વીદ્યાપીઠની પાસે તથા માલ પુરો પાડનાર બાબુરામ બીશ્નોય રહે સાંચોર રાજસ્થાન વાળા વિરૂદ્ધ દ્વારકા પોલીસ સ્ટેશન ગુનો રેકર્ડ કરાવી ફરારી આરોપીઓને પકડી પાડવા આગળની તપાસ હાથ ધરેલ છે.

આ કાર્યવાહી એલ.સી.બી.ના પીઆઇ એમ.ડી. ચંદ્રાવાડીયા, પીએસઆઇ વી.એમ.ઝાલા, એએસઆઇ ભરતસિંહ જાડેજા, અરવિંદભાઇ નકુમ એચ.સી. અરજણભાઇ આહીર, દેવસીભાઇ ગોજીયા, અજીતભાઇ બારોટ, મસરીભાઇ ભારવાડીયા, અરણભાઇ માૂ, કેશુભાઇ ભાટીયા, વિપુલભાઇ ડાંગર, ભરતભાઇ ચાવડા, જેસલસિંહ જાડેજા, બોધાભાઇ કેશરીયા, ધર્મેન્દ્રસિંહ ચુડાસમા અને નરશીભાઇ સોનગરા પી.સી. સહદેવસિંહ જાડેજા, હસમુખભાઇ કટારા દ્વારા કરવામાં આવેલ છે.

(1:36 pm IST)