સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

પારડીમાં અઢી લાખની મતાની ચોરી કરનાર વિશાલ પટેલ અને રવિ મકવાણા પકડાયા

વિશાલ અપહરણ, દારૂ અને ચોરીના ગુન્હામાં અગાઉ પકડાયો છેઃ ઘર રેઢુ જોતા મિત્ર રવિ સાથે મળી હાથ સાફ કરી લીધો

શાપર-વેરાવળ, તા., ર૦ : પારડીમાં અઢી લાખની મતાની ચોરી કરનાર બે શખ્સોને શાપર-વેરાવળ પોલીસે ઝડપી લીધા હતા.

પોલીસ અધિક્ષક બલરામ મીણા તથા ગોંડલ ડીવાયએસપી એચ.એમ.જાડેજાના શાપર-વેરાવળના માર્ગદર્શન હેઠળ અનડીટેકટ ગુન્હો નોંધી કાઢવા સુચના આપેલ જે અન્વયે પોલીસ સબ ઇન્સ્પેકટર એ.એે.ખોખર, હેડ કોન્સ્ટેબલ રોહીતભાઇ બકોત્રા, માવજીભાઇ ડાંગર તથા રવિરાજસિંહ ઝાલા પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન હેડ કોન્સ્ટેબલ રોહીતભાઇ બકોત્રાને મળેલ બાતમી આધારે શાપર-વેરાવળ સ્ટેશન ફર્સ્ટ રજીસ્ટર નંબર પર/૧૯ આઇપીસી કલમ ૪પ૪, ૪પ૭,૩૮૦,૧૧૪ના કામના ચોરીમાં ગયેલ મુદામાલ સાથે (૧) વિશાલ ઉર્ફે વિક્રમભાઇ વિરજીભાઇ કુંભાણી પટેલ ઉંમર વર્ષ ર૯ રહે. વડાલ તાલુકો જુનાગઢ તથા (ર) રવિ દિલીપભાઇ મકવાણા રહે. વેલનાથ સોસાયટી તાલુકો લોધીકાને સોનાની ચેઇન નંગ ર ૧,૧૪,૦૦૦, સોનાની વીંટી નંગ-૩ કિંમત રૂપીયા ૩૭,૦૦૦, સોનાની બુટી જોડી નંગ ર કિંમત રૂપીયા ૪૮,૧૦૦, સોનાનું પેન્ડલ નંગ ૧ કિંમત રૂ. રપ૦૦૦, સોનાનુ પેન્ડલ કિંમત રૂપીયા ૧૧,૦૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રકમ ર૦,૦૦૦ એમ કુલ કિંમત રૂ. ર,પપ,૧૦૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા. પકડાયેલ આરોપી વિશાલ વિરજીભાઇ કુંભાણી અગાઉ અપહરણ દારૂ, ચોરી તથા પેરોલ જમ્પ પર ફરાર હતો. જયાં ચોરી થઇ તે ઘરમાં વિશાલનો આવરો જાવરો હતો અને ફરીયાદીના ઘરનાં હોસ્પીટલમાં હોય તે તકનો લાભ લઇ વિશાલે તેના મિત્ર રવિ સાથે મળી ઘર સાફ કરી નાંખ્યું હતું.

આ કામગીરીમાં પીએસઆઇ ખોખર સાથે રાઇટર કિરીટસિંહ જાડેજા તથા વિજયગીરી ગોસ્વામી જોડાયા હતા.

(1:31 pm IST)