લોધીકા તાલુકા મધ્યાહન ભોજન સંચાલકોની મીટીંગ
લોધીકા : તાલુકાના ૪૫ મધ્યાહન ભોજન કેન્દ્રો ચાલે છે જેના તમામ સંચાલકોની મીટીંગનું આયોજન લોધીકા કુમાર શાળામાં મધ્યાહન ભોજન નાયબ મામલતદાર પી.ડી.સુવા નાયબ મામલતદાર એમ.એમ.જાગાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવેલ. જેમાં તમામ કેન્દ્ર સંચાલકો દ્વારા મેનુ મુજબની રસોઇ બનાવવામાં આવેલ તેમજ સુખડી બનાવેલ તેની ચકાસણી અધિકારીશ્રીઓ દ્વારા કરવામાં આવેલ કેન્દ્ર સંચાલકોને લગતી જરૂરી માહિતી સુચનો કરવામાં આવેલ. લોધીકા મધ્યાહન ભોજન સુપરવાઇઝર હેમાક્ષી કુંડારીયા તેમજ ફેનાબેન ઉપસ્થિત રહેલ અને કાર્યક્રમમાં ઉપસ્થિત અધિકારીઓનુ અભિવાદન મધ્યાહન ભોજન લોધીકા તા.પ્રમુખ કિશોરભાઇ ખીમસુરીયા, ઉપપ્રમુખ વલ્લભદાસ ગોડેશ્વર, સંચાલક હસુભાઇ પ્રજાપતિ નટુભાઇ રઘુભાઇ વાલજીભાઇ તેમજ મહિલા સંચાલક દિપુબેન દયાબેન ભદ્રાબેન વર્ષાબેન વગેરેએ અધિકારીઓ તેમજ સુપરવાઇઝરશ્રીઓનુ હારતોરા તેમજ શાલ ઓઢાડીને સન્માન કરેલ. જેમાં ડી.પી.સુવા, એમ.એમ.જાગાણી, સુપરવાઇઝર હેમાંગી કુંડારીયા, ફેનાબેન વગેરેનું સન્માન કરવામાં આવેલ. મેનુ મુજબ રસોઇ બનાવવામાં આવી તે તસ્વીર.