સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

શનિવારે ૩૧ કરોડના ખર્ચે બનેલા ર૧ નવા બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ

ભાવનગર મુખ્ય કાર્યક્રમઃ મુખ્યમંત્રી રૂપાણી ઇ-લોકાપર્ણ કરશેઃ સૌરાષ્ટ્રના ૬ ડેપોમાં બગસર-દામનગર-ગીર ગઢડા-મોરબી-લખતર-ધ્રાંગધ્રાઃ સુરેન્દ્રનગરમાં ૮II કરોડના ખર્ચે નવા બનનારા બસ સ્ટેશનનું ઇશ્વરભાઇના હસ્તે ભૂમિપૂજનઃ ૧૪ દુકાનોઃ ૧પ પ્લેટફોર્મઃ એસ. ટી. તંત્રે કુલ ૩૧ કરોડના ખર્ચે ર૧ બસ ડેપોની કાયાપલટ કરીઃ રાજકોટમાં ૧પ૦ કરોડના ખર્ચે બસ સ્ટેશન બની રહ્યું છે

રાજકોટ, તા. ર૦ : આગામી રર જુન આસપાસ રાજકોટ એસટી ડીવીઝન હેઠળ આવતા સુરેન્દ્રનગરમાં ૮ કરોડ ૩૯ લાખના ખર્ચે બનનારા અને અંદાજે ૧૦ હજાર સ્કવેર ફુટમાં ઉભા થનારા અદ્યતન બસ સ્ટેન્ડનું ભુમીપુજન યોજાશે. વાહન વ્યવહાર મંત્રી શ્રી ઇશ્વરભાઇ પટેલના હસ્તે આ ખાતમુહુર્ત થઇ રહયાનું રાજકોટ એસટી ડીવીઝનના ઉચ્ચ અધિકારી સુત્રોએ ઉમેર્યુ હતું.

દરમિયાન સૌરાષ્ટ્રના મોરબી-દામનગર - ગીરગઢડા, બગસરા, ધ્રાંગધ્રા, લખતર એમ ૬ મળી રાજયના કુલ નવા બનેલા ર૧ એસ.ટી. ડેપોનું ભાવનગર ખાતે મુખ્ય કાર્યક્રમમાં ઇ-લોકાપર્ણ થશે, રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી ઇ-લોકાપર્ણ કરશે તેમ માહિતગાર સુત્રો ઉમેરી રહ્યા છે.

તેમણે જણાવ્યું હતું કે આ સાથે ટુંકમાં મોરબી-લખતર-ધ્રાંગધ્રામાં બની ગયેલા નવા બસ સ્ટેન્ડનું લોકાર્પણ યોજાઇ રહયું છે.

સુરેન્દ્રનગરમાં બનનારૂ અદ્યતન બસ સ્ટેન્ડ બે માળનું રહેશે. શોપીંગ માટે ૧૪ દુકાનો, કેન્ટીન, પાણી, શૌચાલય, વેઇટીંગ રૂમ સહીતની સુવિધા ઉભી કરાશે.

આ બસ સ્ટેન્ડમાં કુલ ૧પ પ્લેટફોર્મ ઉભા કરાશે. હાલ સુરેન્દ્રનગર ડેપો ઉપરથી રોજની ર૩૦ જેટલી બસોનું આવન જાવન થાય છે. અંદાજે ૧૦ હજાર સ્કવેર ફુટમાં બસ સ્ટેન્ડ બનશે.

સૌરાષ્ટ્રના ૬ બસ સ્ટેન્ડમાં અમરેલી ડીવીઝનનું બગસરા, તથા રાજકોટ ડીવીઝન હેઠળ આવતા મોરબી, ધ્રાંગધ્રા, લખતર, અને અમરેલીના ગીરગઢડા દામનગરનો સમાવેશ થાય છે, આ તમામ ૬ બસ સ્ટેન્ડ પાછળ ૩II કરોડ જેવો અને કુલ ર૧ નવા બસ સ્ટેન્ડ પાછળ ૩૧ કરોડનો ખર્ચ થયાનું અધિકારી સુત્રો ઉમેરી રહ્યા છે.

(11:52 am IST)