સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

જૂનાગઢની સંસ્થાએ જરૂરીયાતમંદોના જીવનમા કેરી વિતરણ કરીને મુધરતા ભરી

જુનાગઢઃ અહિની સેવા ભાવી સંસ્થા દ્વારા જરૂરીયાતમંદ લોકોને આમ્રફળ (કેરી)નુ વિતરણ કરી તેમના જીવનમા મધુરતા પ્રસરાવતાનો સત્યુત પ્રયોગ કરેલ તે પ્રસંગની તસ્વીર (તસ્વીરઃ મુકેશ વાઘેલા)

જુનાગઢ તા.૨૦: સેવાભાવી સંસ્થા સત્યુત કાર્ય કરીને ત્રણ હજાર આમ્રફળનુ વિતરણ કરીેને જરૂરીયાત મંદ લોકોનુ જીવનમા મધુરતા પ્રસરાવવામા આવી હતી સાથે સાથે ૧૫૦ ગરીબ, વૃધ્ધ બહેનોને અનાજ વિતરણ કરીને ઘરના ચુલા પ્રગટાવવામા મદદ કરાય હતી.

દાતાોના સહયોગથી આ સંસ્થા દ્વારા ૧૮ જેટલી સંસ્થાઓ જેવી કે વૃધ્ધાશ્રમો, માયારામદાસજી આશ્રમ, મંદ બુધ્ધીના બાળકો, વિકલાંક બાળકો, અંધ બહેનો, સંસ્થાઓ અને ઝુંપડપટ્ટીઓમા જઇને ત્રણ હજાર જેટલી કેરીનુ વિતરણ કરવામા આવેલ હતું.

સાથે સાથે ૧૫૦ વૃધ્ધ ગરીબ મહલાઓને કેરી, ખીચડી, અનાજ સહીતની કીટસ અર્પણ કરાય હતી. જેમા ધાવાગીર ફેન્ડગ્રુપના દેવજીભાઇ, નંદાભાઇ રૂપાપરા, છગનભાઇ બાબરીયા, ડાયાભાઇ કાલરીયા, દામજીભાઇ પરમાર, ચીમનભાઇ માકડીયા, મજીદભાઇ ફ્રુટવાળા, રાજેશભાઇ લાલચેતા, જીતુભાઇ લોઢીયા, વજુભાઇ ધકાણ, બટુક બાપુ, વિગેરેએ કેરીના દાનમા સહયોગ આપેલ હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના પ્રમુખશ્રી મનસુભાઇ વાજા, અરવિંદભાઇ મારડીયા, શાંતાબેન બેસ, મનોજભાઇ સાવલીયા, સરોજબેન જોષી વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

(11:38 am IST)