સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

ભાણવડઃ રાણપરમાંથી દારૂની રર૮ બોટલ ઝડપાઇ

ભાણવડ, તા., ૨૦: તાલુકાના રાણપર ગામથી ધામણીનેશ તરફ જતા ફોરેસ્ટ ઓફીસ નજીક બાવળની ઝાડીઓમાં વિદેશી શરાબનો જથ્થો સંઘરવામાં આવ્યો હોવાની બાતમીને આધારે દરોડો પાડવામાં  આવતા રૂ. ૪૮,૦૦૦ ની કિંમતની બોટલ મળી આવી હતી જે રાણપરના રહેવાસી વિરા ભાયા કોડીયાતર, બોઘા પુંજા શામળા અને માયા બાલા કોડીયાતરે અનધિકૃત રીતે વેચાણ અર્થે છુપાવેલ હતો. જો કે દરોડા દરમ્યાન આ ત્રણેય આરોપીઓને ફરારી જાહેર કરવામાં આવ્યા હતા.

રાણપરમાં જ પાડવામાં આવેલ અન્ય એક દારૂ અંગેના દરોડામાં રૂ. ૪૩,ર૦૦ની કિંમતની ૧૦૮ નંગ શરાબની બોટલ કબ્જે કરવામાં આવી હતી અને રાણપરના જ રહેવાસી વેજા ભોરા શામળા અને ધના આલા કોડીયાતરના કબ્જાનો આ મુદામાલ હોવાનું ખુલતા સ્થાનીક પોલીસે બન્ને વિરૂધ્ધ પ્રોહી. એકટની વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી ઝડપી લેવા ચક્રો ગતીમાન કર્યા છે.

(11:36 am IST)