સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

જયારે વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સંસદમાં ઓમ બિરલાએ કચ્છમાં ભૂકંપ સમયે કરેલા સેવાકાર્યની પ્રસંશા કરી

ભુજ, તા.૨૦: લોકસભાના સ્પીકર તરીકે રાજસ્થાન કોટાના યુવા સાંસદ ઓમ બિરલાની પસંદગી કરીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભલે સૌને ચોંકાવી દીધા. પણ, સ્પીકરની ખુરશી પર ઓમ બિરલાને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી જાતે દોરીને લઈ ગયા બાદ તેમણે જયારે ઓમ બિરલા વિશે સંસદમાં વાત કરી ત્યારે સૌને એ ખ્યાલ આવ્યો કે, નરેન્દ્રભાઈ કેટલું ઝીણું ઝીણું યાદ રાખે છે અને પોતાના પક્ષના કાર્યકરની કામગીરીને સન્માન આપે છે.

સંસદના લોકસભાગૃહમાં જયારે ખુદ નરેન્દ્રભાઇએ ઓમ બિરલાએ કચ્છના ભૂકંપમાં કરેલી સેવાકીય કામગીરીને બિરદાવી હતી તેમ જ કોટા મા તેમના દ્વારા થઈ રહેલા સામાજિક સેવાની નોંધ લીધી હતી. ૫૬ વર્ષીય ઓમ બિરલાએ કચ્છના ભૂકંપ ઉપરાંત પુર સમયે ઉત્ત્।રાખંડમાં નોંધનીય પણ સેવાકીય કામગીરી કરી હતી. ત્રણ વખત રાજસ્થાનમાં વિધાનસભ્ય અને બીજી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા ઓમ બિરલા વિદ્યાર્થીકાળ થી સેવાકીય પ્રવૃત્તિ તેમ જ ભાજપ પાર્ટી માટે સક્રિય હોવાની વાત વડાપ્રધાન નરેન્દ્રભાઈએ સંસદગૃહમાં કરી હતી.

(11:36 am IST)