સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

વિંછીયામાં એટીએમમાં પૈસા ઉપાડવા ગયેલી યુવતિ સાથે ઠગાઇ

'લાવો તમારૂ એટીએમ પૈસા ઉપાડી આપુ' કહી ઠગ ટોળકીએ રૂ.ર૪પ૦૦ ઉપાડી લીધા

રાજકોટ, તા. ર૦ : વિંછીયામાં બેંકમાં એટીએમમાંથી પૈસા ઉપાડવા ગયેલી યુવતીને ઠગ ટોળકીએ એટીએમમાંથી પૈસા ઉપાડી અપાવવાના બહાને રૂ.ર૪પ૦૦ ઉપાડી લઇ યુવતી સાથે છેતરપીંડી કર્યાની ફરીયાદ થઇ છે. મળતી વિગત મુજબ વિંછીયામાં રહેતી જીજ્ઞા કાળુભાઇ સોલંકી ગત તા. ૭ના રોજ એસ.બી.આઇ. બેંકના એટીએમમાં પૈસા ઉપાડવા માટે ગઇ હતી. એટીએમ પાસે ગીર્દી હોઇ, તેથી યુવીતની આગળ ઉભેલા ચાર અજાણ્યા શખ્સો પૈકી એક શખ્સે કહેલ કે 'લાવો તમારૂ એટીએમ પૈસા ઉપાડી આપું તેમ કહી યુવતી પાસેથી એટીએમકાર્ડ લઇ મશીનમાં નાખેલ અને યુવતીએ પીન નંબર નાખી રૂ. ૧૦૦ ઉપાડયા હતા. બાદ બીજા દિવસે ચાર શખ્સોએ ભાવનગર ખાતે એટીએમમાંથી રૂ. ર૪પ૦૦ ઉપાડયા હોવાની ખબર પડતા યુવતીએ વિંછીયા પોલીસ મથકમાં છેતરપીંડી અંગેની ફરીયાદ નોંધાવતા રાજકોટ એસઓજી પીઆઇ એસ.જી. પલ્લાચાર્યએ તપાસ આદરી છે.

(11:33 am IST)