સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

વિંછીયા પાસે પોલીસને જોઇ ભાગેલી બોલેરો પલ્ટી ખાઇ જતા બે બળદના મોત

બોલેરોમાં બળદોને કત્લખાને લઇ જવાતા 'તાઃ બોલેરો ચાલાકાને પણ ઇજા

રાજકોટ તા. ર૦ : વિંછીયાના મોટુકા પાસે પોલીસને જોઇ ભાગેલી બોલેરો પલ્ટી ખાઇ જતા બે બળદના મોત થયા હતા અને બોલેરો ચાલકને ઇજા થઇ  હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વિંછીયાના મોટુકા ગામની સીમમાં ઘેલા સોમનાથના રસ્તે રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.કો. ભોજાભાઇ ત્રમટા સહિતનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે કત્લખાને લઇ જવાતા બે બળદોને લઇ નીકળેલ બોલેરો નં. જી.જે.૧૪-કેકસ ૩૪૪રનો ચાલાક રમેશ રાણાભાઇ ગરીયારે દરેડ તા. બાબરા પોલીસને જોઇ નાસવા જતા બોલેરો પલ્ટી ખાઇ જતા બોલેરોમાં રહેલ બન્ને બળદોના મોત નીપજયા હતા અને ચાલાક રમેશને ઇજા થઇ હતી.

આ અંગે રૂરલ ક્રાઇમ બ્રાંચના પો.કો. ભોજાભાઇએ ઉકત બોલેરો ચાલાક સામે ફરીયાદ નોંધાવતા વિંછીયા પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:33 am IST)