સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

૧૮૦૦ વર્ષ પહેલા શ્રી સોમનાથદાદાનાં મંદિર નજીક યોગનાં કેન્દ્ર હતા

સોમનાથ મંદિરના ટ્રસ્ટી જે.ડી. પરમાર વર્ણવે છે વર્ષો પુરાણી વાતો

પ્રભાસ પાટણ તા. ર૦ સમગ્ર વિશ્વ ર૧ જૂને યોગ - સમાધિમય બની રહ્યું છે. એ યોગ વિદ્યાનો ઉદભવ હજારો વર્ષ પુરાણો છે. શ્રુતિ પરંપરા અનુસાર ભગવાન શિવ યોગ વિદ્યાના પ્રથમ આદિ ગુરુ, યોગી તથા આદી યોગી છે.

યોગ ફકત કસરત નથી, પરંતુ સ્વયંની સાથે વિશ્વ અને પ્રકૃતિની સાથે એકતા શોધવા પ્રયાસ છે.

સોમનાથ મંદિરના ટ્રસ્ટી જે. ડી. પરમાર કહે છે ૧૮૦૦ વરસ પહેલાં એટલે કે બીજી સદીમાં લકુલિશ કે જેમણે પાશુપત  સંપ્રદાય સ્થાપ્યો હતો તેમનો જન્મ ભલે કારવણ નર્મદા પાસે થયો હોય પરંતુ તેમની કર્મભૂમિ સોમનથ હતી. અને જે તે કાળમાં યોગના મોટા કેન્દ્રો તેને સ્થાપ્યા હતાં અને સોમનાથ  ભૂમિ ઉપર યોગના તે સમયે જે આઠ પગથીયાં  ગણાય છે તે પાતંજલી યમ-નિયમ-પ્રાણાયમ - પ્રર્ત્યાથ-ધારણા ધ્યાન સમાધિના અનેક સાધકોએ આ ભૂમિ ઉપર સાધના કરી છે.

પ્રભાસ તીર્થમાં યોગનું જ ચરણ ગણાતો ભકિત-સાધના અને યોગના સમન્વય સમી કરાતી પ્રાણાયમ સંધ્યા પાઠ જીવને શિવ સાથે એકાકાર કરે છે હા ભલે તેમાં વિવિધ આસનો હોતા નથી પરંતુ પ્રણાયમ અને પૂજાપાઠ સમયે સંધ્યા પૂજા વિધીમાં જેમના જીવન દૈનિક ભાગ બની ગયો છે તેવા વિદ્વાન પંડિત ભુદેવો માર્કન્ડભાઇ પાઠક, કિર્તીદેવ શાસ્ત્રી, જસ્મીશન દવે અને સોમનાથ મંદિરના મુખ્ય પુજારી ધનંજય દવે છે.

પ્રાણાયમ શ્વાસ-ઉશ્વાસની પ્રક્રિયાને સુવ્યવસ્થિત અને નિયમીત કરવા માટે તેનો અભ્યાસ નાક, મુખ તેમજ શરીરના અન્ય છિદ્રો તેમજ શ્વાસને શરીરની અંદર ભરવાની - રોકવાની અને બહાર છોડવાની ક્રિયાઓ આ સંધ્યા પૂજામાં સમાવિષ્ટ થઇ જાય છે જે વ્યકિતના ચિતને એક સ્થાન ઉપર સ્થિર કરી બર્હિમુખ રહેલી ઇન્દ્રીયોનેઅંર્તમુખી બનાવી વ્યકિતને પોતાના મન અને આત્માના એકિકરણનો પ્રયાસ કરે છે. 

ર૧ જૂને પ્રભાતના સૂરજના પહેલા કિરણે વિશ્વ પ્રસિધ્ધ સોમનાથ મહાદેવ મંદિર પરીસરમાં પ્રતિવર્ષ જેમ જ હજારો લોકો યોગમય બનશે.

સોમનાથ-વેરવળ હાઇવે ઉપર આવેલ ભાલકા મંદિર પાસેના બ્રહ્માકુમારી પ્રજાપિતા ઇશ્વરીયા કેન્દ્રના રમીલાબહેને કહ્યું ે યોગ એ પ્રાચીન વિદ્યા છે અને રાજયોગ સર્વરોગો માટે રામબાણ ઇલાજ છે. જેના દ્વારા માનવીને આપદાઓ સામે સુરક્ષા કવચ વૈચારીક રીતે ધ્યાનથી મળે છે, આ કેન્દ્રમાં તેઓ તથા જયમાલા બહેન કાયમી ધોરણે રાજયોગ શિબિરો યોજતા રહેતા હોય છે તો સોમનાથ પાસેના વેરાવળ ખાતે પણ યોગ માટેનું પતંજલી યોગ કેન્દ્ર આવેલ છે. જે યોગ રૂચીવાળાઓ માટે ર્તીથ સમાન છે.

(11:32 am IST)