સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

તાલાલા યાર્ડમાં કેસર કેરીની હરરાજી પુર્ણઃ ૪પ દિવસમાં ૭.૭પ લાખ બોકસની આવક

સિઝનના પ્રારંભે અને અંતમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકશાન

તાલાલાગીર તા. ર૦ :.. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા ગીરમાં કેસર કેરીની હરરાજી પુર્ણ થઇ છે આ સિઝનમાં ૭.૭પ લાખ બોકસની આવક થઇ હતી.

દેશ-વિદેશમાં ગીર સોમનાથ પંથકની પ્રખ્યાત કેસર કેરીનું આ સાલ ઉત્પાદન ઓછું રહેતા તાલાલા યાર્ડમાં ૪પ દિવસ ચાલેલી હરરાજીમાં ૭.૭પ લાખ બોકસની આવક રહેતા ખેડૂતોને ગત વર્ષે સરેરાશ રૂ. ૩૦પ ના ભાવ સામે આ સાલ ૩૪પ રૂપિયા ૧૦ કિલોના મળ્યા હતાં.

તાલાલા પંથકના ૪પ ગામોમાં પથરાયેલા ૧પ લાખની વધુ કેસર કેરીબના આંબાને આ સાલ લાંબો ચાલેલો શિયાળો અને સાથે કમોસમી વરસાદના કારણે શરૂઆતના પાકને નુકસાન સાથે પાછોતરા પાકસારો આવવાની આશા હતી. પરંતુ છેલ્લા પણ વાયુ વેરી બનતા ઉભા પાકને નુકસાન જતા સિજન દરમિયાન લોકોને કેરી મોંઘી મળી હતી.

તાલાલા યાર્ડમાં પ મે થી હરરાજીનો પ્રારંભ થયો હતો. હવામાનના સતત મારના કારણે ઉત્પાદન અસરતો હતી. પરંતુ કવોલીટી પણ નબળી હતી. ર૦૧૮-૧૯ માં ૪ર દિવસ હરાજી ચાલેલી જેમાં ૮,૩૦,૩૪૦  બોકસની આવક વચ્ચે સરેરાશ વેચાણ રૂ. ૩૦પ માં થયેલા છેલ્લા ૬ વર્ષમાં સૌથી વધારે ર૦૧૭-૧૮ માં ૧૦,૭૬,૭પપ બોકસની આવક હતી.

(11:31 am IST)