સૌરાષ્ટ્ર-કચ્છ
News of Thursday, 20th June 2019

બોટાદ પાલિકાના પૂર્વ પ્રમુખના ઘરેથી દારૂનો જથ્થો ઝડપાયો

વિદેશી દારૂની 150 બોટલ અને 80 લીટર દેશી દારૂ સહીત મુદામાલ જપ્ત કરાયો

 

બોટાદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને બસપાના આગેવાન દારૂ સાથે ઝડપાયા હતા.રાજ્યમાં દારૂબંધી હોવા છતાં રાજકીય આગેવાન દારૂ સાથે ઝડપાતા ચકચાર જાગી છે

    પોલીસે આગેવાનના ઘરેથી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. પોલીસે રેડ પાડતા 150 નંગ વિદેશી દારૂની બોટલ તેમજ 80 લીટર દેશી દારૂના જથ્થો, 2 મોબાઇલ સહિત 52 હજાર 600 નો મુદ્દામાલ કબ્જે લીધો હતો.

  આરોપી લાલજી મકવાણાની પણ પોલીસે ધરપકડ કરી હતી. જ્યારે તેનો અન્ય એક સાગરિત ધર્મેન્દ્ર ઉર્ફે ઘોઘો ભગાભાઈ પારગી ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બોટાદ પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

(10:41 pm IST)