સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th June 2018

જામજોધપુરમાં સતા મેળવવા મહિલાઓ વચ્ચે મારામારી

ગોવિંદભાઇ ધ્રાંગુને છાતીમાં દુઃખાવો ઉપડતા સારવારમાં: પોલીસને લાઠીઓ લેવી પડીઃ લોકોના ટોળેટોળા

જામજોધપુર, તા., ર૦: જામજોધપુર તાલુકા પંચાયતની ચુંટણીમાં સતા મેળવવા માટે મહિલાઓ વચ્ચે મારામારી થતા દોડધામ મચી ગઇ છે.

પ્રાપ્ત માહીતી મુજબ જામજોધપુર તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખ નક્કી કરવા માટે આજે ચુંટણી યોજાનાર હતી. જેમાં સતા મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસના સભ્યો આમને સામને આવી ગયા હતા અને એક બીજા વચ્ચે મારામારી થઇ હતી. આ દરમિયાન અગ્રણી ગોવિંદભાઇ ધ્રાંગુને છાતીમાં દુઃખાવો ઉપડતા તાત્કાલીક સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

આ બનાવની જાણ થતા ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને પોલીસને લાઠીઓ કાઢવી પડી હતી. તાલુકા પંચાયત કચેરી પાસે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. વધુ વિગતો મેળવાઇ રહી છે. (૪.૧૦)

(3:32 pm IST)