સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th June 2018

મોરબી પંથકનાં હરેશ કાલરીયાની અમદાવાદમાં હત્યા

મોરબી, તા., ૨૦: મોરબી તાલુકાના ચકમપર ગામનાં શિક્ષણક્ષેત્રે કાર્યરત કડવા પટેલ યુવકની અમદાવાદમાં હત્યા થતા અરેરાટી વ્યાપી ગઇ છે.  પ્રાપ્ત માહીતી મુજબ મૂળ મોરબી તાલુકાના ચકમપર ગામના વતની અને હાલ અમદાવાદમાં સ્કુલ ચલાવતા મોરબી યુવા કોંગ્રેસ અગ્રણી (શારદા વિદ્યાલયવાળા) જયેશભાઇ કાલરીયાના ભાઇ હરેશ શાંતિલાલ કાલરીયા (કડવા પટેલ) ની અમદાવાદ ખાતે આજે હત્યા થઇ હતી.પરીવારજનો મૃતકના મૃતદેહને લઇને હમણા અમદાવાદથી મોરબી આવવા રવાના થયા છે. હત્યાના કારણ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(3:19 pm IST)