સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th June 2018

અમરેલી જિલ્લામાં તમામ તાલુકા પંચાયતો કબજે કરતી કોંગ્રેસ

અમરેલી તા. ૨૦ : અમરેલી જિલ્લામાં ભાજપે પાલિકા લીધી તો કોંગ્રેસે ભાજપ પાસેથી તાલુકા પંચાયતો આંચકી અને હિસાબ બરોબર કર્યો છે.જેમા શ્રી પરેશ ધાનાણીનો હાથ ઉપર રહયો છે અને કોંગ્રેસના અઘ્યક્ષ શ્રી રાહુલ ગાંધીને તેમના જન્મદિવસે તેની નજીકના એવા સાથીદાર શ્રી પરેશ ધાનાણીએ અમરેલી જિલ્લામાં તમામ તાલુકા પંચાયતો કબજે કરી જન્મદિવસની ભેટ આપી છે.

અમરેલી જિલ્લાના રાજુલા અને જાફરાબાદ તાલુકા પંચાયત પણ ભાજપના હાથમાંથી કોંગ્રેસે છીનવી લીધી હતી. અમરેલી તા. પંચાયતમાં થયેલ બળવા છતા કોંગ્રેસની તાલુકા પંચાયત બની છે.અને અમરેલી જિલ્લાની ૧૧ તાલુકા પંચાયતો કોંગ્રેસના પંજામાં આવી ગઇ છે.

૧૧ તાલુકા પાંચાયતનાં પ્રમુખ ઉપપ્રમુખની નામની યાદી અમરેલી નરેશભાઇ અકબરી (પ્રમુખ) રમેશ કોટડીયા (ઉપપ્રમુખ), જાફરાબાદ રખમાઇબેન કવાડ (પ્રમુખ) ભગવાનભાઇ બારૈયા (ઉપપ્રમુખ) , ધારી બેનસાબેન વાળા (પ્રમુખ) બાબુભાઇ સાવલીયા (ઉપપ્રમખ), રાજુલા બંસીબેન બળવંતભાઇ લાડુમોર  (પ્રમુખ) ગીતાબેન જગુબેન ઘાખડા (ઉપપ્રમુખ), ખાંભા સોમાભાઇ વાળા (પ્રમુખ) અશ્વીનભાઇ પરમાર (ઉપપ્રમુખ), બગસરા દક્ષાબેન કોરાટ (પ્રમુખ) વિનોદભાઇ ધારીયા (ઉપપ્રમુખ), લાઠી જનકભાઇ તળાવીયા (પ્રમુખ) વજુભાઇ વનપરીયા ઉપપ્રમુખ, બાબરા દકુબેન વસાણી (પ્રમુખ) કિશોરભાઇ દેથલીયા (ઉપપ્રમુખ), લીલીયા ઇન્દુબેન પરમાર (પ્રમુખ) ચોથાભાઇ કસોટીયા (ઉપપ્રમખ), કુકાવાવ ભાનુમતીબેન વસાણી (પ્રમુખ) દેવધાનભાઇ ખાચરીયા (ઉપપ્રમુખ), સાવરકુડલા રાધવભાઇ સાવલીયા (પ્રમુખ) બબલાભાઇ ખુમાણ (ઉપપ્રમુખ) તરીકે ચૂટાયા છે.

(1:02 pm IST)