સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th June 2018

મોરબીમાં વેલ્ડીંગ કરતી વખતે ડિઝલ ટાંકીમાં ભડકોઃ રમેશભાઇ લુહાર દાઝયા

આગથી ટ્રકના ટાયર પણ સળગી ગયાઃ વાંકાનેરના આધેડને રાજકોટ ખસેડાયા

રાજકોટ તા. ૨૦: મોરબીમાં લાલપર ચોકડીએ આવેલા ગેરેજમાં ટ્રકની ડિઝલ ટાંકીમાં વેલ્ડીંગ કરતી વખતે આગ લાગતાં લુહાર આધેડ દાઝી જતાં રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. આગથી ટ્રકના ટાયર પણ બળી ગયા હતાં.

જાણવા મળ્યા મુજબ વાંકાનેરની ભાટીયા સોસાયટીમાં રહેતાં રમેશભાઇ સવજીભાઇ પરમાર મોરબીમાં લાલપર ચોકડીએ આવેલા તીલકલા નામના ગેરેજ ખાતે વેલ્ડીંગ કામની મજૂરી કરતાં હોઇ ત્યાં ટ્રકની ડિઝલ ટેન્કમાં વેલ્ડીંગ કરતાં હતાં તે વખતે અચાનક ભડકો થતાં દાઝી જતાં મોરબી સારવાર અપાવી રાજકોટ સિવિલમાં ખસેડાયા છે. આગ લાગવાથી ટ્રકના ટાયર પણ બળી ગયા હતાં. હોસ્પિટલ ચોકીના જગુભા ઝાલાએ મોરબી પોલીસને જાણ કરી હતી.

(11:47 am IST)