સૌરાષ્ટ્ર-કચ્છ
News of Wednesday, 20th June 2018

સૌરાષ્ટ્ર-કચ્છમાં કાલે વિશ્વ યોગ દિવસની ઉજવણી

ગામે-ગામ મંત્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, દિવ્યાંગો, વિદ્યાર્થીઓ જોડાશેઃ યોગાચાર્યો કરાવશે યોગાસન

મોરબીઃ મોરબીમાં યોગ દિવસની ઉજવણી માટે રિહર્સલ કરવામાં આવ્યું તે નજરે પડે છે.

રાજકોટ તા.૨૦: કાલે રાજકોટ સહિત સોૈરાષ્ટ્ર-કચ્છમાં વિશ્વયોગ દિવસની ઉજવણી કરવામાં આવશે. ગામે-ગામ મંત્રીશ્રીઓ, અધિકારીઓ, કર્મચારીઓ, દિવ્યાંગો, વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં યોગાસન કરશે. આ માટે વિવિધ જગ્યાએ યોગાચાર્યો સેવા આપશે.

ભાવનગર

 ભાવનગર : કલેકટર કચેરી ભાવનગરના આયોજન સભાખંડ ખાતે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ એ જિલ્લાના અધિકારીશ્રીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં નક્કી કરાયા અનુસાર વિશ્વ યોગ દિવસ ૨૧ જુનના રોજ જિલ્લાના કુલ ૧૪૫૪ સ્થળોએ કુલ ૧૪૫૪ નોડલ ઓફીસર અને કુલ ૧૪૮૩ જેટલા માસ્ટર ટ્રેનર્સ તથા ટ્રેનર્સની હાજરીમાં પુરૂષ, સ્ત્રી, બાળકો, સગર્ભા બહેનો, દિવ્યાંગો સહિત અંદાજે ૦૩ (ત્રણ) લાખ જેટલા લોકો વહેલી સવારે ૬:૩૦ કલાકે યોગાભ્યાસ કરશે.

આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર ઉમેશ વ્યાસ, નાયબ નિયંત્રક નાગરિક સંરક્ષણ બી.એચ. તલાટી, જિલ્લા રમતગમત અધિકારી અરૂણ ભલાણી, સીમાબેન ગાંધી, જિલ્લા શિક્ષણાધિકારી એ.બી. પ્રજાપતિ, જિલ્લાના પ્રાંત ઓફીસરશ્રીઓ, મામલતદારશ્રીઓ સહિત સંબંધિત કચેરીઓના અધિકારીઓ હાજર રહયા હતા.

ભાવનગર

 ભાવનગરઃ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે. જેને લઇ તળાજા આર્યુવેદ હોસ્પિટલ ખાતે યોગ સપ્તાહની ઉજવણી કરવામાં આવશે. સાત દિવસ સવારે બે કલાક તજજ્ઞો દ્વારા અનેકરોગોનું નિવારણ કરતા યોગ શીખવવામાં આવશે. જેનો જાહેર જનતાને લાભ લેવા અનુરોધ કરાયો છે.

આર.એમ.ઓ. ડો. દિપક વાઢેરના જણાવ્યા પ્રમાણે

 તા. ૨૧, સવારે ૭ થી ૮ સુર્ય નમસ્કાર તથા ૮ થી ૯ આર્યુવેદાચાર્ય મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા જાડાપણા (મેદરોગ) માંથી છુટકારો મેળવવા માટે યોગ શીખવવામાં આવશે.

તા. ૨૨, સવારે ૭ થી ૮ અનિતાબેન તળીપાડ દ્વારા અલગ-અલગ આસનો તથા  ૮ થી ૯ ડો. દિપક વાઢેર દ્વારા મનોરોગ ચિકિત્સાનો યોગ દ્વારા ઉપચાર શીખવવામાં આવશે.

તા. ૨૩, સવારે ૭ થી ૮ સવાસન, પદમાસન, વજ્રાસન શીખવવામાં આવશે તથા ૮ થી ૯ અંકિત પંચાલ દ્વારા વિબંધરોગની ચિકિત્સામાં યોગનુ઼ મહત્વ સમજાવશે.

તા. ૨૪, ૭ થી ૮ સુર્ય નમસ્કાર તથા ૮ થી ૯ સામાન્ય જીવનમાં યોગ વિશે અભ્યાસ કરાવવામાં આવશે.

તા. ૨૫, ૭ થી ૮ સુર્ય નમસ્કાર, તથા ૮ થી ૯ ડો. પી.એલ. ગોધાણી દ્વારા અનિદ્રાના રોગમાં યોગ દ્વારા ચિકિત્સાની સમજ આપશે. તા. ૨૬, સવારે ૭ થી ૮ હલાસન, ચક્રાસન, ઉતાનપાદાસન શીખવવામાં આવશે. ૮ થી ૯ વ્યસન મુકિત માટે યોગનું મહત્વ વિશે સમજ આપવામાં આવશે.

તા.૨૭,નાં ૭ થી ૮ મીનાક્ષી વાઢેર દ્વારા મત્સ્યાસન ગોૈમુખાસન અર્ધચક્રાસન શીખવવામાં આવશે. તથા ૮ થી ૯ ડાયાબીટીસમાં યોગની ભુમિકા વિશે ડો. આર. કે. મકવાણા સમજ આપશે.

મોરબી

વિશ્વ યોગ દિવન નિમિતે મોરબી જિલ્લામાં ૮૫૦ યોગ નિદર્શન સ્થળો પર યોજાનાર યોગાસનના કાર્યક્રમમાં કુલ ૧.૨૬ લાખથી વધુ લોકો યોગાસનમાં જોડાશે. તેમાં મોરબી જીલ્લાનો યોગાસનનો મુખ્ય કાર્યક્રમ મોરબી ખાતેથી મહાપ્રભુજી બેઠક ખાતે તા. ૨૧મી જુનના સવારના ૭ કલાકથી ગુજરાત રાજય બીન અનામન વર્ગન આયોગના અધ્યક્ષશ્રી હંસરાજભાઇ ગજેરાની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાશે. આ યોગાસનના કાર્યક્રમમાં ૬ હજાર થી વધુ લોકો જોડાઇ યોગાસનો કરશે. કલેકટરશ્રી આર.જે. માકડીયાએ યોગાસનના કાર્યક્રમમાં વધુને વધુ લોકોને જોડાવવા આહવાહન કર્યુ છે.

મોરબી મહાપ્રભુજીની બેઠક ખાતેતા. ૨૧ મી જુન યોગ દિવસની થનાર ઉજવણી અંગેની વિગતો આપતા મોરબી પ્રાંત યુવા વિકાસ અધિકારીશ્રી સત્યજીત વ્યાસે જણાવ્યું હતું કે મોરબી જિલ્લા કલેકટર શ્રી આર.જે. માકડીયાના માર્ગદર્શન હેઠળ મોરબી ખાતે યોજનાર આ યોગાસનના મુખ્ય કાર્યક્રમમાં કુલ-૬ હજારથી વધુ લોકો કાર્યક્રમમાં જોડાશે. આમાં જિલ્લાની જુદી-જુદી કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ, જુદી-જુદી શૈક્ષણિક, સામાજિક સંસ્થાઓના હોદેદારો, સભ્યો, નગરજનો, ગ્રામ્યજનો, ભાઇ-બહેનો તથા દિવ્યાંજનો અને વિદ્યાર્થી ભાઇ-બહેનો પણ મોટી સંખ્યામાં ભાગ લઇ યોગાસન કરશે. આ કાર્યક્રમમાં નિષ્ણાંત યોગાચાર્યો ઉપસ્થિત રહી ઉપસ્થિત લોકોને યોગાસનો કરાવશે. આ સાથે મોરબીના મણીમંદિર ખાતેના ઐતિહાસિક યોગ-કેન્દ્રમાં પણ આ સમયે અને તારીખે યોગાસનનો કાર્યક્રમ યોજાશે. યોગાસનના આ કાર્યક્રમો જાહેરજનતા માટે હોય કોઇ પણ લોકો કાર્યક્રમમાં જોડાઇ શકશે. યોગદિન નિમિતે યોજનારા કાર્યક્રમની તૈયારી હાલ શહેર જિલ્લાના જુદા-જુદા યોગ કેન્દ્રમાં ચાલી રહેલ છે. જેમાં વિવિધ સંસ્થાઓ જેવી કે પતંજલી, સર્વસિધ્ધી યોગ, આર્ટ ઓફ લીવીંગ, ફીઝીયોફીટ ટીમના યોગાચાર્યો જરૂરી માર્ગદર્શન પુરૂ પાડી રહયા છે. તેમ તેમણે જણાવ્યું હતું.

સાંસ્કૃતિક અને યોગ ગઠન ટ્રસ્ટ તથા લાઇફ મિશન પરિવાર મોરબી દ્વારા વિશ્વ યોગ દિવસ નિમિતે તા. ૨૧ ના રોજ સવારે પ કલાકથી રત્નકલા ગ્રાઉન્ડ શનાળા રોડ મોરબી ખાતે યોગ શિબિરની ઉજવણી કરવામાં આવશે.

જે યોગ શિબિરમાં યોગયુનિવર્સિટીના યોગ શિક્ષક દીપકભાઇ, નિર્મળસિંહ અને ડોલીબેનના સાનિધ્યમાં યોગ શિબિરનું વાલેરા ગ્રુપ સંગીતના સુર સાથે યોગનું માર્ગદર્શન આપવામાં આવશે યોગ શિબિરમાં દસ વર્ષથી  ઉપરની કોઇપણ વ્યકિત જોડાઇ શકે છે. મોરબીની જાહેર જનતાને યોગ શિબિરનો લાભ લેવા સંસ્થાના પ્રમુખ કે.જી. કુંડારિયા, ઉપપ્રમુખ મનહરસિંહ જાડેજા, ખજાનચી અરવિંદભાઇ બારેયા, તેમજ સભ્ય રમેશભાઇ ઘેટિયા, કમલેશભાઇ ગઢિયા અને રતિલાલભાઇ જાકાસણીયાએ આમંત્રણ પાઠવ્યું છે. યોગ શિબિરમાં જોડાવવા માટે સચિવ પ્રભુભાઇ દેત્રોજાનો સંપર્ક કરવા જણાવ્યું છે.

(11:45 am IST)