સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

ધ્રોલ નથુવડલા ગામે ઓરડીમા ચુદડીથી ગળાફાંસો ખાઈને યુવતીનો આપધાત

કોળી યુવતીએ સગાઈ મંજુર ન હોવાથી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યો

ધ્રોલ તાલુકાના નથુવડલા ગામએ નિલેષભાઈ પટેલની વાડીએ ખેત મજૂરી કરતી કોળી યુવતી સગાઈ મંજુર ન હોવાથી ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાની પોલીસમાં નોંધાયું છે

 પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગરના મોરકડા ગામના વતની અને નથુવડલા ગામ એ નિલેશભાઈ પટેલની વાડીમાં ખેત મજૂર કરતી પૂજાબેન આતુભાઇ ભાલીયા નામની ૨૨ વર્ષીય યુવતીએ વાડીની ઓરડીમાં ચુંદડી વડે ગળાફાસો ખાઈ આત્મહત્યા કરી પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસ મથકે કોન્સ્ટેબલ સહિત ધ્રોલ પોલીસ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી તપાસ કરતાં પૂજાબેન ભાલીયાની સગાઈ કોઈ બીજા યુવક સાથે થઈ ગઈ હોય તે પસંદ ના હોય અને તેણીને અન્ય યુવક સાથે પ્રેમ સંબંધ હોવાના કારણે આપઘાત કર્યાનું બહાર આવ્યું છે..

(9:24 pm IST)