ધારી પાસે ખનીજ ચોરી કરતો ઝડપાયો
અમરેલી : ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ આંબરડી ગામેથી ડાંગાવદર ગામે જતા ધીની વિસ્તારમાં રામદેવ પીરના મંદિર પાસે એક ટ્રેકટર ગેરકાયદેસર રીતે રેતી ભરી અને નીકળનાર છે. તેવી હકીકત મળતા તે આધારે ધારી સબ ઇન્સ્પેકટર ડી.સી.સાકરીયાના માર્ગદર્શન હેઠળ તપાસ કરતા ટ્રેકટર નંબર જીજે-૩-કે-૭૫૮૨ જેની કિં.રૂા. ૧,૩૦,૦૦૦ તથા ટ્રોલી નંબર જીજે-૩-એકસ-૫૦૬૬ની કિં.રૂા. ૫૦,૦૦૦ તથા સદરહું ટ્રોલીમાં ગેરકાયદેસર રીતે ભરેલ આશરે ત્રણેક ટન જેટલી રેતી કિં. રૂા. ૧૫૦૦ મળી કુલ કિ. રૂા. ૧,૮૧,૫૦૦ના મુદ્દામાલ સાથે વગર પાસ પરમીટે નીકળતા ધારી પો.સ્ટે.ગુ.ર.નં. ૧૧૧૯૩૦૧૮૨૨૦૩૭૩/૨૦૨૨ આઇપીસી કલમ ૩૭૯ તથા (The Mines and minerals Devlopment Regulations) કલમ ૨૧ તથા એમ.વી.એકટ કલમ ૩૧૮૧ મુજબના ગુન્હો રજીસ્ટર કરી સંજયભાઇ જગુભાઇ ધાધલ (ઉવ.૨૯) ધંધો ખેતી રહે આંબરડી સામે કાર્યવાહી કરી છે.