જેતપુરમાં આઇપીએલનો સટ્ટો રમતા બે શખ્સોને પકડી પાડતી પોલીસ
(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૨૦: શહેરના બોખલા દરવાજા વિસ્તારમાં શંકાસ્પદ જણાતા બે શખ્સોને પોલીસે તપાસતા ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા મળી આવ્યા. રૂા. ૧૧,૮ર૦ રોકડ સાથે ઝડપી લીધા.
શહર પોલીસ ગઇકાલે સાંજે પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન બોખલા દરવાજા વિસ્તારમાંથી પસાર થતા બે શખ્સો જાહેર શંકાસ્પદ હાલતમાં ઉભા હોય બન્નેને તપાસતા તેઓ હાલ ચાલી રહલ આઇપીએલ ક્રિકેટ મેચ ઉપર સટ્ટો રમતા હોય તે બન્ને શખ્સો મોહીત સીરીષભાઇ દોશી (રહે. પંચમીયા હોસ્પીટલ પાસે) કલ્પેશ અશ્વીનભાઇ ભીમજીયાણી (રહે. એસ.કુમાર સોસાયટી) ને રોકડા રૂા. ૧૧,૮રં૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ અંગે ઉલ્લેખનીય છે કે આ બન્ને શખ્સો થોડા દિવસો પહેલા બાબા ફાર્મમાં દારૂની રેડમાં પીધલ હાલતમાં ઝડપાયા હતા.