સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

મુળીના સરલા ગામના શખ્સનો મૃતદેહ મળ્યો

પુત્રે જામખંભાળીયા પંથકની યુવતિ સાથે પ્રેમલગ્ન કરેલા હોય કોઇ ઉઠાવી ગયાની શંકા

વઢવાણ,તા. ૨૦: મુળી તાલુકાનાં સરલા ગામનાં દેવજીભાઈ જેસીગભાઈ બાવળીયા ઉ.વ.૫૫ શંકાસ્પદ હાલતમાં મૃત્યુ પામેલા મળી આવેલ હતાં પ્રાથમિક જાણકારીમા તેઓનાં પુત્ર એ જામ ખંભાળીયા બાજું ની યુવતી સાથે પ્રેમ લગ્ન કરેલ હોય તે બાબતે ગતરાત્રે જ ઘરેથી તેઓને અમુક લોકો ઉઠાવી ગયેલા હોય અને આજે તેઓની ઝેરી દવા ગટગટાવી લીધી હોય તેવી હાલતમાં મળી આવેલ હોય તેમ તેમનાં કુટુંબીજનો એ જણાવ્યું હતું તેઓને મુળી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં જયાં હાજર ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ હતાં એટલે કોઈ ધાકધમકી અથવા અન્ય કારણો પણ હોય શકે તે માટે કુટુંબીજનો એ રાજકોટ પેનલ પી.એમ.ની માંગણી કરવામાં આવી હતી આગળ ની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે સમગ્ર બનાવ રીપોર્ટ આવે પછી જ બહાર આવશે તેમ જણાવ્યું હતું.

(12:45 pm IST)