સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

વિજયભાઇએ પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહના ચોટીલાના નિવાસસ્થાને મુલાકાત કરી

ચોટીલા,તા.૨૦: પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણીએ પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહના ચોટીલા નિવાસસ્થાને ગુરૃવારે મુલાકાત કરી હતી ત્યારે નાની બાળકીઓએ શ્રી વિજયભાઇનું કુમકુમ તિલકથી સ્વાગત કર્યું હતું.પૂર્વ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૃપાણી એ પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ ના ચોટીલા નિવાસસ્થાને શુભેચ્છા મુલાકાત કરી હતી ત્યારે નાના બાળકો પણ વિજયભાઇને ઘેરી વળ્યાં હતાં અને વિજયભાઇ એ પણ બધા બાળકો ને વ્હાલ કરી તેમની સાથે તસવીરો ખેંચાવી હતી.જયારે વિજયભાઇ રૃપાણીની આ મુલાકાત દરમ્યાન પ્રદેશ યુવા ભાજપ મંત્રી જયભાઇ શાહ તથા સમગ્ર શાહ પરિવાર ખાસ હાજર રહ્યો હતો.વિજયભાઈએ શાહ પરિવાર સાથેના વર્ષો જુના સંબંધો ને યાદ કરી સ્મૃતિઓ તાજી કરી હતી.

(12:37 pm IST)