સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

૧૦ શહેરોમાં ફરી મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રીને પાર

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ યથાવતઃ બપોરના સમયે રસ્‍તાઓ સુમસામ

રાજકોટ તા. ર૦ :.. રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અસહ્ય ઉકળાટ યથાવત છે. ગઇકાલે ગુજરાતના ૧૦ શહેરોમાં ૪૦ ડીગ્રીને પાર મહત્તમ તાપમાન નોંધાયુ હતું. રાજયનાં મોટાભાગના વિસ્‍તારમાં ફરી એકવાર તાપમાનનો પારો ઉચકાતાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વધ્‍યો છે. ગઇકાલે બુધવારે માત્ર રાજકોટમાં જ ૪૩ ડીગ્રી તાપમાન નોંધાયુ હતું ત્‍યારે આજે ગુરૂવારે અમદાવાદ સહિત રાજયમાં ૪ શહેરમાં તાપમાનનો પારો ૪૩ ડીગ્રીને પાર થયો છે. સુરેન્‍દ્રનગરમાં ૪૩.૭ ડીગ્રી, અમદાવાદમાં ૪૩.પ ડીગ્રી, કંડલા એર પોર્ટમાં ૪૩.૧ ડીગ્રી અને ગાંધીનગરમાં ૪૩ ડીગ્રી તાપમાન નોંધાયું છે.  આમ રાજયભરમાં કાળઝાળ ગરમીના કારણે દિવસ દરમિયાન રસ્‍તાઓ સુમસામ બન્‍યાં હતાં એક તરફ ગરમીનો પ્રકોપણ વધ્‍યો છે અને બીજી તરફ આજે મોડી સાંજ સુધી અસહ્ય ઉકળાટ અને બફારાના કારણે લોકો પરસેવે રેબઝેબ થયા હતાં. હવામાન ખાતાની આંકડાકીય વિગતો જોઇએ તો, ગાંધીનગરમાં તો બુધવારે ૪૧.૪ ડીગ્રી જ તાપમાન નોંધાયું હતું આવી જ રીતે ડીસામાં ૩૯.૬ ડીગ્રી હતુ જે આજે વધીને ૪૧.૪ ડીગ્રી થઇ ગયું છે. અમદાવાદમાં ૪ર.૪, સુરેન્‍દ્રનગરમાં પણ ૪ર.૮ ડીગ્રી જ તાપમાન નોંધાયું હતું. આમ રાજયના વિવિધ શહેરોના તાપમાનમાં ૧ થી બે ડીગ્રી જેટલુ તાપમાન ઉચકાયુ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર :.. આજનું હવામાન ૩૭.પ મહત્તમ ર૭.૧ લઘુતમ ૮૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (પ-૧૪)

કયાં કેટલી ગરમી

શહેર           મહમત તાપમાન

અમદાવાદ     ૪૩.પ

ગાંધીનગર     ૪૩

ડીસા           ૪૧.૪

વડોદરા        ૪૧.૮

સુરત           ૩પ.૪

ભુજ            ૪ર.૪

કંડલા એરપોર્ટ ૪૩.૧

અમરેલી       ૪ર.૮

ભાવનગર     ૩૯.ર

દ્વારકા          ૩ર.૮

પોરબંદર       ૩પ

રાજકોટ        ૪ર.૯

સુરેન્‍દ્રનગર    ૪૩.૭

પાટણ      ૪૧.૪

(2:14 pm IST)