સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

જામજોધપુરના ધુનડામાં શાસ્ત્રી ભાવેશભાઇ શીલુની પ્રથમ પુણ્યતિથીઃ રાત્રે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ

સાધુ-સંતો દ્વારા શ્રધ્ધાસુમન અર્પણઃ વિવિધ ધાર્મિક કાર્યક્રમો

(વિનુભાઇ જોષી દ્વારા) જુનાગઢ તા. ર૦ :.. ધુનડા સંત પુરણધામ આશ્રમના સંસ્થાપક પૂ. જેન્તિરામબાપાના પુત્ર શાસ્ત્રી ભાવેશભાઇ શીલુની વિદાયને આજે એક વર્ષ પુર્ણ થયું છે.

ત્યારે આજે ભાવેશભાઇને શ્રધ્ધાંજલી આપવા માટે ધુનડા સતપુરણધામ આશ્રમે પૂ. જેન્તિરામબાપાનો સત્સંગ અને ગુણાનુવાદ સભા રાખેલ છે. સંતોના પ્રેમી અને અત્યંત સરળ સ્વભાવના શાસ્ત્રી ભાવેશભાઇએ માત્ર ૪૦ વર્ષ ની વયે લોકો વચ્ચેથી ઓચિંતા વિદાય લેતા સૌ કોઇ શોકાગ્રસ્ત થયા હતા અને સત પરિવારે પણ એક જ્ઞાની પરોપકારી સેવાભાવી વ્યકિત ગુમાવી હોવાનો અફસોસ  કરી રહ્યા છે આજે તેમની વિદાયને એક વર્ષ પુરૃ થવા છતાં આજે એમની યાદ અમીટ છે તેઓ આજે પણ હયાત હોય તેવુ સત પરિવાર મહેસુસ કરી રહ્યો છે. આજે તેઓના પ્રથમ નિર્વાણ દીને પૂ. ભાઇશ્રી રમેશભાઇ ઓઝા, પૂ. મુકતાનંદબાપુ, પૂ. ઇન્દ્રભારતીબાપુ તથા શેરનાથબાપુ, વિજયબાપુ સહિતના સંતો એ ભાવાંજલી આપી છે.

(12:33 pm IST)