સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

જામનગરમાં એક માત્ર મહિલા વૃધ્‍ધાશ્રમમાં વૃધ્‍ધ મહિલાઓ આસાનીથી જીવનનિર્વાહ કરી ખુશખુશાલ

મહિલા વૃધ્‍ધાશ્રમના કર્મચારીઓ પણ ઘરની જેમ વડિલોની સેવા કરીને પુણ્‍યનું ભાથુ બાંધે છ : છોટી કાશી ગણાતા જામનગર આણંદાબાવા સેવા સંચાલિત એક માત્ર મહિલા વૃદ્ધ આશ્રમમાં તરછોડાયેલા અને જેનું કોઈ ન હોય તેવા મહિલાઓ માટે જીવનનિર્વાહ માટે ખૂબ સારી વ્‍યવસ્‍થા કરવામાં આવી રહી છે.

ᅠજામનગર તા. ૨૦ : સૌરાષ્ટ્રના એક માત્ર જામનગરમાં આવેલા આણંદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં રાજય સરકારના બાળ અને મહિલા વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત વૃદ્ધાવસ્‍થામાં મહિલાઓ આસાનીથી ઘરની જેમ પોતાની જિંદગી પસાર કરી રહ્યા છે.ᅠ

છોટી કાશી ગણાતા જામનગરમાં લીમડા લાઈન ખાતે આણંદાબાવા સેવા સંસ્‍થા સંચાલિત સૌરાષ્ટ્રની એક માત્ર મહિલા વૃદ્ધાશ્રમ સંસ્‍થા ચાલી રહી છે. જીવનના તડકા-છાંયા વચ્‍ચે સમાજમાં એકલવાયા જીવન ગાળવું ન પડે તે માટે અનોખી સંસ્‍થા ચાલી રહી છે. રાજય સરકાર દ્વારા મહિલા વૃદ્ધ આશ્રમ યોજના અંતર્ગત સમાજમાં કઇંક અંશે દીકરાઓ દ્વારા માતા-પિતાની ઉપેક્ષા થતી હોઇ આવા કિસ્‍સામાં ડબલ્‍યુસીડી દ્વારા તરછોડાયેલા માતા-પિતા માટે વિશેષ સહાયતા ઊભી કરવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા ઓલ્‍ડ એજ હોમ પણ ઊભાં કરવામાં આવ્‍યા છે. ત્‍યારે જામનગરમાં સરકારી ગ્રાન્‍ટ થકી આણંદાબાવા મહિલા વૃદ્ધ આશ્રમ કાર્યરત છે. જયાં સરકારની વિવિધ યોજનાઓ થકી વૃદ્ધાવસ્‍થામાં મહિલાઓ જીવનનિર્વાહ વિતાવી રાજીપો વ્‍યક્‍ત કરી રહ્યા છે.

જામનગરમાં આણંદાબાવા મહિલા વૃદ્ધાશ્રમમાં વસવાટ કરતા મહિલાઓએ જયારે તેઓની મુલાકાત લેવામાં આવી ત્‍યારે કહ્યું કે, ઘરને બદલે સ્‍વર્ગ જેવી સુંદર વ્‍યવસ્‍થાઓ વચ્‍ચે સરકારની વિવિધ યોજનાઓથી સંસ્‍થાની સુવાસ મેળવી તેઓ ખુશખુશાલ છે. ત્‍યારે જામનગરમાં મહંત પૂ. દેવપ્રસાદજી મહારાજ ના નેજા હેઠળ ચાલતી આ ધાર્મિક સંસ્‍થા ના મહિલા વૃદ્ધાશ્રમમાં ફરજ બજાવતા કર્મચારીઓ પણ ઘરની જેમ મહિલા વડીલોની માતૃત્‍વ ભાવે સેવા કરી અનેરૂ ભાથું બાંધી રહ્યા છે. તેમ મીનાક્ષીબેન જાનીએ અમારા પ્રતિનિધિ કિંજલ કારસરીયાને જણાવતા કહ્યું હતું. અને ઉમેર્યું હતું કે સરકારની વિવિધ યોજનાઓ અને ગ્રાન્‍ટથી સૌરાષ્ટ્રના જામનગરમાં આ સેવા યજ્ઞ સુપેરે ચાલી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં સેવાભાવી સંસ્‍થાઓ અનેકવિધ સેવા કાર્યો કરે છે ત્‍યારે જ બાળ અને મહિલા કલ્‍યાણ વિભાગ દ્વારા વિવિધ સરકારી યોજનાઓથી જામનગરનું એકમાત્ર મહિલા વૃદ્ધાશ્રમમાં અનેકવિધ વૃદ્ધ મહિલાઓ માટે પણ સારૂં કાર્ય થઈ રહ્યું છે. અને સરકાર અને સંસ્‍થાની સેવાકીય પ્રવૃત્તિથી વૃદ્ધ મહિલાઓ પણ ખુશખુશાલ છે.(૨૧.૧૫)

: અહેવાલ :

મુકુંદ બદિયાણી

: તસ્‍વીર :

કિંજલ કારસરીયા

જામનગર

(12:33 pm IST)