સૌરાષ્ટ્ર-કચ્છ
News of Friday, 20th May 2022

અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત પ્રેરિત હિંદુ ધર્મ સેના દ્વારા જૂનાગઢમાં દીક્ષાંત સમારોહ યોજાયો

જૂનાગઢ શહેર અને જિલ્લાના પ્રમુખ તરીકે વિવેક ગોહેલ અને મહામંત્રી તરીકે ઘનશ્‍યામ કોટડીયાની વરણી

જુનાગઢ તા.૨૦ : અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત હિંદુ ધર્મ શેના દ્વારા જૂનાગઢમાં દીક્ષાંત સમારોહ નો એક કાર્યક્રમ જવાહર રોડ ઉપર આવેલા સુવર્ણ શિખર બંધ શ્રી સ્‍વામિનારાયણ મુખ્‍ય મંદિર ખાતે આવેલા પરિસરમાં સંતોની ઉપસ્‍થિતિમાં યોજવામાં આવ્‍યો હતો, આ કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાતના પ્રમુખ શ્રી પ.પુ.નૌતમ સ્‍વામી તેમજ પરમ પૂજય સંત શ્રી રાજેન્‍દ્રદાસ બાપુ તોરણીયા અને પરમ પૂજય સંત શ્રી વિજય દાસ બાપુ સતાધાર અને ચેલૈયા ધામ થી શ્રીᅠ પૂજય રામરૂપ બાપુ એમ જ વરિષ્ઠ સંતો ઉપરાંત સ્‍વામિનારાયણ મંદિરના કોઠારી સ્‍વામીશ્રી પી.પી. સ્‍વામી સહિતના સંતો મહંતોની ઉપસ્‍થિતિમાં ભવ્‍ય કાર્યક્રમ યોજાયો હતો.

હિંદુ ધર્મસેના જૂનાગઢ જિલ્લાના શહેર પ્રમુખ તરીકે વિવેકભાઈ ગોહિલ (વિકી ભાઈ) તેમજ ઘનશ્‍યામભાઈ કોટડીયા (કાનો)ની મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી જેને ઉત્‍સાહભેર વધાવી લેવામાં આવેલ, અને હિંદુ ધર્મ સેનામાં જોડાયેલા તમામ પદાધિકારીઓને દીક્ષાંત રૂપી પ્રમાણપત્ર આપી તેઓને વિધિવત પ્રવેશ અપાયો હતો.

કાર્યક્રમમાં ઉપસ્‍થિત સંતોᅠ મહંતો અને નિયુક્‍ત થયેલા ધર્મ સેનાના જૂનાગઢ શહેરના પ્રમુખ વિવેકભાઈ ગોહિલ દ્વારા દીક્ષાંત સમારોહᅠ કાર્યક્રમ દરમ્‍યાન પ્રભાવક અને જુસ્‍સાદાર પ્રવચન આપીને હિંદુ ધર્મ સેનાના નવનિયુક્‍ત ટીમનો જુસ્‍સો વધાર્યો હતો, એસાથે હિંદુ ધર્મસેનાના કાર્ય પદ્ધતિથી યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્‍થિત સર્વે હિંદુ સમાજના નગરજનોને માહિતગાર કર્યા હતા.

કાર્યક્રમનું સફળ સંચાલન સંતો મહંતોની પ્રેરણાથી હિંદુ ધર્મ સેનાના નવનિયુક્‍ત પદગ્રહણ કરેલ મહામંત્રી શ્રી ઘનશ્‍યામભાઈ કોટડીયા દ્વારા કરવામાં આવ્‍યું હતું, આ દીક્ષાંત સમારોહમાં જૂનાગઢ શહેર અને આસપાસના તાલુકામાંથી વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ,દરેક સમાજના લોકો બહોળી સંખ્‍યામાં જોડાઇને ખૂબ જ ઉત્‍સાહથી ભાગ લીધો હતો, એ સાથે કાર્યક્રમમાં ડોક્‍ટરો,વકીલો,સંગીત સાથે જોડાયેલા કલાકારો આ ધર્મ સંમેલન દીક્ષાંત સમારોહમાં મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહી હિંદુ ધર્મ સેનામાં જોડાઇને વિશાળ સંખ્‍યામાં યુવાનોએ દીક્ષા મેળવી હતી,એ વેળાએ મહામંત્રી શ્રી ઘનશ્‍યામભાઈ કોટડીયાએ મીડિયા સમક્ષ જણાવ્‍યું હતું કે આગામી દિવસોમાં જૂનાગઢ જીલ્લાના તમામ તાલુકામાં ટીમ બનવા જઈ રહી છે ત્‍યારે જેને જોડાવું હોય તે નીચે દર્શાવ્‍યા નંબર ઉપર +૯૧૮૩૨૦૬૦૩૦૩૭ મયંક ઠુંમ્‍મર, +૯૧૯૮૨૫૨૨૧૮૧૭. વિવેકભાઈ ગોહેલ +૯૧ ૮૨૦૦૧ ૦૯૩૨૯ ઘનશ્‍યામભાઈ કોટડીયાનો સંપર્ક કરી શકે છે તેમ એક યાદીમાં જણાવ્‍યું હતું.

(12:30 pm IST)