બગસરા- શિરડી એસ.ટી.સુવિધાનો પ્રારંભ
બગસરા અમરેલી એસટી ડિવિઝન દ્વારા બગસરા ને સૌથી વધુ લાંબા અંતરની એસટી બસ સેવાની ભેટ આપી છે બગસરા સુરત શિરડી એસટી બસ શરૂ કરવામાં આવી છે આ બસ બગસરાથી ૧:૩૦ કલાકે શિરડી જવા માટે રવાના થશે જે ગયા સુરત સાપુતારા નાસિક થઈને શેરડી પહોંચશે બગસરાથી શિરડી સુધીનું ભાડું ૪૨૦ રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે આ બસના શુભારંભ ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા રીબીન કાપી લીલીઝંડી આપીને શરૂઆત કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ ડી સી અમરેલી થી શ્રી ચાવડા શહેર ભાજપ પ્રમુખ ધીરૂભાઇ કોટડીયા, ધીરુભાઈ માયાણી, અશોકભાઈ પંડ્યા, મહેશભાઈ વ્યાસ, પ્રકાશભાઈ રાણીગા, વિનુભાઈ ભરખ, ડાઆપાગીગાની જગ્યાના મહંત શ્રી કોઠારી બાપુ, અશ્વિનભાઈ કોરાટ, ભાવેશભાઈ મસરાણી, નગરપાલિકાના પ્રમુખ ઈન્દુકુમાર ખીમસુરીયા, ડેપો મેનેજર કર્મચારીગણ ઉપસ્થિત રહ્યા હતા. આ બસનો વધુને વધુ લાભ લેવા ઈન્ચાર્જ ડી સી ચાવડા એ જણાવેલ છે.(તસવીરઃ સમીર વિરાણીઃ બગસરા)