News of Friday, 20th May 2022
ભાણવડ તાલુકાના આંબરડી ગામની યુવતી લાપતા
દેવભૂમિ દ્વારકા,તા. ૨૦ : દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના આંબરડી ગામે રહેતી ૩૫ વર્ષીય ભાનુમતિ ઉર્ફે ભાનુબેન અરવિંદભાઇ પાંડાવદરા ગત તા. ૨/૫/૨૦૨૨ના રોજ આંબરડી ગામે પોતાના પિતાને ત્યાંથી પોતાના સાસરે જાઉ છું તેમ કહી નીકળી ગયેલ છે. જેની ભાળ મળ્યે ભાણવડ પોલીસ સ્ટેશન ફોન નં. ૦૨૮૯૬-૨૩૨૧૨૧ પર જાણ કરવા પીએસઆઇશ્રી ભાણવડની યાદીમાં જણાવાયું છે.
(1:56 pm IST)