સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

રાણપુરના ગઢવી પરિવારની કરોડોની જમીનનું કૌભાંડઃ ત્રણ શખ્સોએ બોગસ દસ્તાવેજ બનાવી નાખ્યા

કુવાડવાના નારણભાઇ ગઢવીની પોલીસ કમિશનરને ફરિયાદ

રાજકોટ તા. ર૦ : કુવાડવા નજીક રાણપુર ગામની સર્વે નં. રર૧/ર૧ વાળી ૪ એકર સાંથણીની જમીનમાં વારસદારોના નામના ખોટા કાગળો બનાવી કરોડોની કિંમતની જમીનનું બારોબાર વેચાણ થયાની લેખીત ફરીયાદ કુવાડવા ચારણવાસમાં રહેતા ગઢવી વૃદ્ધે પોલીસ કમિશનરને કરી છે.

કુવાડવા ચારણવાસમાં રહેતા નારણભાઇ હરસુખભાઇ ચારણએ પોલીસ કમિશનરને કરેલી અરજીમાં જણાવ્યું છે કે, પોતાના પિતા હરસુરભાઇનું ૪૦ વર્ષ પહેલા ખૂન થયુ હતું. તે પૂર્વે સરકારે ર૦પ/ર૦૭૧ ના રોજ રાણપુર ગામે ૪ એકર જમીન સાંથણીમાં આપી હતી. પિતાની હત્યા બાદ ભયભીત વારસદારો ગામ છોડી હિજરત કરી ગયા હતા અને જમીનની દેખભાળ સગા-સંબંધેની  કરવા આપી ગયા હતા આ જમીનમાં રાજકોટના હરેશ, દર્શિત અને દિપેશ નામના શખ્સોએ આ જમીનના મુળ સાંથણીદારના વારસોના નામના બોગસ દસ્તાવેજો બનાવી રેવન્યુ રેકર્ડમાં નોંધ કરાવી લીધી હતી દરમ્યાન પોતાની માલીકીની જમીનમાં બોગસ દસ્તાવેજો બનાવી થયેલા વેચાણ વ્યવહારની જાણ અરજદાર નારણભાઇને થતા કાનુની દાવાઓ કર્યા છે આ જમીનનું બારોબાર વેચાણ થતા નારણભાઇ ગઢવીએ આ ત્રણ શખ્સો વિરૂદ્ધ કાર્યવાહી કરવા અંગે જણાવાયું છે.

(4:20 pm IST)