સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

રાજકોટમાં ઝડપાયેલા બે ચેન ચોરોએ ગત મહિને ભુજ-મુન્દ્રામાં ચિલઝડપ કરી હતી

ભુજ, તા. ર૦ : રાજકોટ પોલીસે ઝડપેલા બે અઠંગ ચેનચોરો ચાણસ્માના રાજસિંગ નારસિંગ ખીંચી અને જેતપુરના શકિતસિંગ ઉર્ફે ગધો અવતારસિંગ ખીંચીએ ગત મહિને ભુજ અને મુન્દ્રામાં પણ ચિલઝડપ કરી હતી. મુન્દ્રા પોલીસે મોરબી જેલમાંથી આ બન્ને આરોપીઓનો કબ્જો મેળવી તેમની પૂછપરછ કરી હતી. હવે ભુજ પોલીસ બન્નેનો કબ્જો મેળવશે. ગત ૧૬/૪ ના ભુજના હોસ્પિટલ રોડ ઉપર બન્ને આરોપીઓએ બાઇક ન. GJ12 CS 8517 ઉપર આવીને પુષ્પાબેન ચૌહાણ નામની મહિલાના ગળામાંથી સોનાની ચેનની ચિલઝડપ કરી હતી.

(4:17 pm IST)