સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ધોરાજી ખાતે મેલડી માતાજીના તાવાની ઉજવણીઃ

હજારો લોકોએ સાથે બેસી માતાજીનો પ્રસાદ લીધો ધોરાજીના અવેડા ચોક ખાતે આવેલ દગાળ મેલડી માતાજીના મંદિરે આજે તાવા નીમીતે સવારે રામપરા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને ધોરાજી શહેરમાં ફરેલ અને ઠેરઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરાયું હતું અને બપોરે ૩ કલાકે માતાજીના તાવા નિમિતે માતાજીના મંદિર સામે ઉકળતા તેલમાં હાથ બોળીને પ્રસાદને તળવામાં આવે છે. અને મેલડીમાના તાવા નીમીતે હજારો લોકો દુરદુરથી માતાજીના દર્શનાર્થે પધારે છે અને ભવ્ય સંગીત શૈલીમાં માતાજીના ગુણગાન ગવાયા હતા અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું છે. (તસ્વીરઃ ધર્મેશ બાબરીયા-ધોરાજી)

 

(3:05 pm IST)