સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

જામનગરના જોઇશર પરિવાર દ્વારા વશરામબાપાના સ્થાનકે હવનઃ

જામનગરઃ જામનગરના હાલાઇ ભાનુશાળી જ્ઞાતિ જોઇશર પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા મુજબ દડિયા ગામે આવેલ જોઇશરના દેવસ્થાન વશરામબાપાની જગ્યામાં વૈશાખ સુદ ૧૪ના હવનનું આયોજન કરવામાં આવેલ હતું. સવારે ૭ વાગ્યે હવનવિધિ ચાલુ કરવામાં આવેલ ત્યાં સમગ્ર જોઇશર પરિવાર સહ કુટુંબ હવન કાર્યમાં ઉપસ્થિત રહેલ હતા. હવનવિધિ પૂર્ણ થયા બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવેલ હતું. હવન અને પ્રસાદનું કાર્ય નિર્વિધ્ને પૂર્ણ થયા બાદ પ્રમુખ જોઇશર દ્વારા આભાર વ્યકત કરી પરિવારની એકતા જળવાઇ રહે અને વ્યસનમુકત પરિવાર બને તે માટે અપીલ કરી હતી. કાર્યક્રમની વિશેષતા એ હતી કે પ્રસાદ સહિતનીવ્યવસ્થા જોઇશર પરિવારના યંગ જનરેશન દ્વારા ઉપાડી લેવામાં આવેલ હતી. જે જોતા ભવિષ્યમાં હવન-પ્રસાદનું મહત્વ એટલું જ જળવાયેલું રહેશે.  કાર્યક્રમને સફળ બનાવવા પ્રમુખ મુકેશ જોઇશર,  ઉપપ્રમુખ જીતુભાઇ જોઇશર, દીપકભાઇ જોઇશર, મંત્રી દિનેશભાઇ કેશવલાલ સહમંત્રી જયસુખભાઇ બાબુલાલ ખજાનચી કિશોરભાઇ ગોરધનદાસ, કારોબારી સભ્યો દિનેશભાઇ ગિરધરલાલ તેમજ પ્રભુલાલ દેવજીભાઇ વિગેરેએ જહેમત ઉઠાવી હતી તે પ્રસંગની વિવિધ તસ્વીરો.  (તસ્વીર મુકુંદ બદીયાણી)

(12:07 pm IST)