સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ભાણવડના રાણપર ગામે મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિતે શ્રીમદ્દ ભાગવત કથાનો પ્રારંભ

રાણપુરઃ તા. ભાણવડ તા.ર૦: શ્રી સ્વામિનારાયણ મંદિર રાણપરમાં મુર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તા.ર૦ આજે સોમવારથી શ્રીમદ્દ ભાગવત દશમ સ્કંધ કથાનો મંગલમય પ્રારંભ થયો છે.

રાજગોર બ્રહ્મ સમાજની વાડી મુ.રાણપર  તા.ભાણવડ જી. દેવભૂમિ દ્વારકા ખાતે આયોજીત કથાનો પ્રારંભ સવારે ૮-૦૦ કલાકે યજ્ઞથી કરવામાં આવેલ. પોથીયાત્રા બપોરે ૪-૦૦ કલાકે કિશોરભાઇ મોહનભાઇ જોષીના ઘેરથી નીકળી કથા સ્થળે પહોંચી હતી.

કથાનો સમય સાંજે ૪ થી ૭ તેમજ રાત્રે ૯-૦૦ થી ૧૧-૩૦ સુધીનો રહેશે. કથાના વ્યાસાસને પૂ.નિલકંઠચરણદાસજી સ્વામી બીરાજી કથાનું રસપાન કરાવશે. મહોત્સવની પૂર્ણાહુતી તા.રરને બુધવારે થશે. કથાનું દિપ પ્રાગટય આજે સાંજે પ-૩૦ કલાકે પૂ.મોહનપ્રસાદદાસજી સ્વામી (ધોરાજી) તથા ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી (વડતાલ)ના હસ્તે થશે. આ પ્રસંગે હરિપ્રકાશદાસજી સ્વામી (લોએજ) સાંજે પ-૧પ કલાકે મંગલ પ્રવચન આપશે. કથામાં આજે રાત્રે ૧૧-૦૦ કલાકે કૃષ્ણ જન્મોતસવ ઉજવાશે. તા.રરને બુધવારે મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા વિધી પૂ.આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના હસ્તે  થશે. બપોરે ૧ર-૦૦ કલાકે અન્નકુટ મહોત્સવ ઉજવાશે. યજ્ઞ પુર્ણાહુતી તા.રરના બપોરે ૧૧-૦૦ કલાકે અને કથાની પુર્ણાહુતિ બપોરે ૧ર-૦૦ કલાકે થશે.  આ પ્રસંગે કથામાં દ્વિતીય વકતાપદે પૂ.વિવેકસાગરદાસજી સ્વામી (કલાકુંજ સુરત) બીરાજી મનનીય પ્રવચન આપશે.

આ પ્રસંગે હરિપ્રસાદ પંજાબી (મામલતદાર ભાણવડ) બી.ડી. મોરી (જીલ્લા પંચાયત સદસ્ય ભાણવડ) નાથાભાઇ કોડીયાતર (સરપંચ રાણપર) કિશોરભાઇ જોષી (ઉપ સરપંચ રાણપર) તથા ટ્રસ્ટીઓ  સવજીભાઇ આંબલીયા, ધીરજલાલ ગોંડલીયા, વિનોદરાય કાપડીયા, બળવંતભાઇ ધામી, ધીરૂભાઇ ગોહેલ, રમણીકભાઇ માકડીયા વિગેરે ઉપસ્થિત રહેશે. સમસ્ત સત્સંગ સમાજ રાણપર વતી વિશ્વમંગલદાસજી સ્વામીએ સમસ્ત ગ્રામજનોને મહોત્સવનો લાભ લેવા અપીલ કરી છે.

(12:02 pm IST)