સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ઉનામાં મોબાઇલની દુકાનમાંથી ર મોબાઇલ અને ૬ મેમરી કાર્ડની ચોરી

ઉના તા. ર૦ :.. અહીં ગીરગઢડા રોડ ઉપર મોબાઇલની દુકાનમાંથી ર મોબાઇલ અને ૬ મેમરી કાર્ડની તથા ર હેન્ડસ ફ્રી ની ચોરી થઇ ગયેલ.

શહેરમાં ચોરીના બનાવો સમયાંતરે બનવા રહે છે ગત અઠવાડીયામાં અંબાજીનગરમાં લુખ્ખાઓએ કારના કાચ તોડી નાખ્યા હતાં. રાત્રીના પોલીસ પેટ્રોલીંગ કરીને ચોરીના વધતા બનાવો તેમજ લુખ્ખાઓનો ત્રાસ દુર કરવા માગણી ઉઠી છે.

(12:00 pm IST)