સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

કોડીનારમાં રમઝાન માસમાં અવિરત વીજ પુરવઠો ખોરવાતા મુસ્લિમ સમાજમાં ભારે રોષ

કોડીનાર તા. ર૦ : કોડીનાર શહેરમાં વીજતંત્ર દ્વારા દર શનિવારેમેન્ટેન્સના બહાને કલાકોનો વીજકાપ ઝીકવામાં આવી રહ્યો છે. ત્યારે હાલ ભર ઉનાળામાં પવિત્ર રમઝાન મહિનો ચાલી રહ્યો હોય તેમાં શનિવારે વહેલી સવારે થી ૭ કલાકથી ૮ કલાક જેટલો વિજકાપ ઝીકવામાં આવતા રોઝેદારોની હાલત દયનિય બની જવા પામી છે. કલાકોના વિજકાપથી રોઝાદારો સહિત દર્દીઓ નાના ભુલકાઓનીકાળઝાળ ગરમીમાં કફોડી હાલત બની જવા પમી છ.ે

અર્ધો રમઝાન પુરૂ થયા બાદ શિયાઇસના અસરી જમાતના પ્રમુખ અબાજાન નકવીએ રમઝાન મહિનામાં દર શનિવારે લાઇટનો કાપનો સમય ઓછો કરી રાહત આપવા કોડીનાર સમસ્ત મુસ્લિમ સમાજ તરફથી માંગ કરી છે અનેક તહેવારો સામાજીક પ્રસંગોમાં માનવતા ખાતર અનેક વખત લાઇટ કાપ મોકુફ રાખવામાં આવે છે તો પછી શું ભર ઉનાળામાં રમઝાનમાં રોઝા રાખતા રોઝદારોને રાહત આપવા લાઇટ કાપ મોકુફ ના રાખી શકાય ? તેવો પ્રશ્ન મુસ્લિમ સમાજમાં ઉઠી રહ્યો છે.

જયાં સુધી મુસ્લિમ આગેવાનોએક થઇને વિજતંત્ર વિરૂદ્ધ લડત નહિ ચલાવે ત્યાંસુધી ગરીબ રોઝદારોને વિજકાપ સહન કર્યે છુટકો હોવાનું ચર્ચાઈ રહ્યું છે નિંભર વિજતંત્ર પણ ચોમાસાની તૈયારી રૂપે મેન્ટેન્સના બહાને કલાકો વિજકાપ ઝીંકી શહેરને બાનમાં લેતી હોવા છતાં દરવર્ષે પહેલા વરસાદમાં જ વિજતંત્રની પ્રિ-મોન્સુન કામગીરીના ધજાગરા નીકળી જાય છે તો પછી મેન્ટેન્સના નામે કલાકોનો વિજકાપ શુકામનો ? તેવો પ્રશ્ન લોકોમાં ચર્ચાઇ રહ્યો છે.

(11:55 am IST)