સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

કોડીનાર દેશી દારૂનું હબ બન્યું???

કોડીનાર પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનિટરિંગ ટીમે છાછર ગામેથી ૧૦૬પ લીટર દેશી દારૂનો આથો પકડી પાડયો

કોડીનાર તા. ર૦: કોડીનાર તાલુકામાં દેશી દારૂના કિસ્સા રોજબરોજ બહાર આવી રહ્યા છે. કોડીનાર તાલુકામાં દારૂ કયાં કયાં મળે છે તે બધભાને ખબર હોવા છતાં પોલીસને જ દારૂ કયાં મળે છે તે ખબર ન હોય તેમ, ગઇકાલે સ્ટે મોનિટરિંગની ટીમે કોડીનાર તાલુકાના છાછર ગામેથી ૧૦૬પ લીટર દેશી દારૂ બનાવવાના આથા સાથે ૧ શખ્સને પકડી પાડતા કોડીનાર પોલીસ રીતસર ઉંઘતી ઝડપાઇ હતી.

સ્ટેટ મોનીટરીંગ સેલ ગાંધીનગરની ટીમ તાલુકામાં પેટ્રોલિંગ કરી હતી છાછર ગામે અબ્દુલ રખા દયાતર તેની માલિકીની વાડીમાં દેશી દારૂ બનાવવાની ભઠી ચલાવીર હ્યો હોવાની બાતમી મળતા બાતમી વાળા સ્થળે દરોડા પાડતા આ વાડીમાં દેશી દારૂ બનાવવાનો આથો ડબા નંગ ૭૧, ૧૦૬પ લીટર આથા સાથે સમીર સાહિલ ભટીને પકડી પાડયો હતો, જયારે વાડી માલિક અબ્દુલ રખા દયાતરને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

કોડીનાર તાલુકામાં આટલા મોટા પ્રમાણમાં દારૂ બનાવવાનો આથો ઝડપાતા અને હજુ મોટી સંખ્યામાં દારૂની ભઠીઓ ધમધમી રહી હોવા છતાં કોડીનાર પોલીસને કશું દેખાઇ રહ્યું ન હોય તેવો ઘાટ સર્જાઇ રહ્યો છે. જો પોલીસ દેશીદારૂ બનાવનારા અને વેચનારા વિરુદ્ધ કડક કાર્યવાહી નહિ કરે તો આવનારા દિવસોમાં કોડીનાર તાલુકામાં લઠાકાંડ સર્જાઇ તેવી દહેશત ઉભી થવા પામી છે.

(11:55 am IST)