સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

ગોંડલ નજીક અકસ્માતમાં કાર ચાલક મોવિયાના કિશન સાવલીયાનું મોત

મોવિયા રોડ પર ટ્રક સાથેના અસ્માતમાં કારનો બુકડો બોલી ગયો : એકના એક પુત્રના મોતથી પટેલ પરિવારમાં અરેરાટી

અકસ્માતમાં મોતને ભેટેલ યુવકનો મૃતદેહ અને કારનો બુકડો બોલી ગયો તે નજરે પડે છે. (તસ્વીર ફ ભાવેશ ભોજાણી, ગોંડલ)

ગોંડલ, તા. ર૦: ગોડલ ના મોવિયા રોડ પર રામદેવપીર ના મંદિર પાસે ટ્ક અને કાર વચ્ચે અકસ્માત મા કાર ચાલક પટેલ યુવક નુ ધટના રથળે મોત નિપજયુ હતું. પ્રાપ્ત વિગતો મુજબ ગોડલ તાલુકાના મોવિયા ના કંટોલિયા સોસાયટીમાં રહેતા અને ગોડલ જેતપુર રોડ ઉપર ગેરજ મા કામ કરતો કિશન મનિષભાઈ સાવલિયા ઉ.વ.રર.ઝેન કાર લઈને મોવિયા થી ગોડલ આવતા અધ્ધ વચ્ચે રામદેવપીર ના મંદિર પાસે ટેન્કર ટ્ક. સાથે ધડાકાભેર અથડાતા કાર ચાલક નુ ધટના રથળે મોત થયું હતું મૃતકના મૃતદેહ ને ગોડલ સરકારી દવાખાને પી એમ અર્થે ખસેડવામાં આવ્યો હતો. બનાવ અંગે ગોડલ તાલુકા પોલીસે હાથ ધરી મૃતક કિશન જેતપુર રોડ ઉપર આવેલ દેવદિપ મોટર ગેરજ મા કામ કરતો હતો અને તેમના પપ્પા ખેતી કામ કરે છે સંતાન મા કિશન બાદ એક પુત્રી હોવાનું જાણવા મળેલ હતું.

(11:52 am IST)