ગોંડલમાં કંપનીનો માલ વેચી કરીમ ગીલાણી ૨.૫૮ લાખ ચાંઉ કરી ગયો
રાજકોટ, તા. ૨૦ :. ગોંડલમાં કંપનીનો કર્મચારી કંપનીની પ્રોડકટ વેચી ૨.૫૮ લાખની રકમ ચાંઉ કરી જતા પોલીસમાં ફરીયાદ થઈ છે.
મળતી વિગતો મુજબ ગોંડલમાં આવેલ ખીમજી રામદાસ પ્રા.લી. કંપનીના નિશાન કોઠારી રહે. રાજકોટએ તેની જ કંપનીના કર્મચારી કરીમ સીરાજભાઈ ગીલાણી રહે. આશાપુરા રોડ, જીનપ્લોટ, ગોંડલ સામે ગોંડલી સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમા જણાવ્યા મુજબ આરોપી કરીમ ઉકત કંપનીમાં ડીલવરી બોય તરીકે નોકરી કરતો હોય કંપનીમાં વેચાવા આવતી પ્રોકટર એન્ડ ગેમ્બલ કંપનીની જુદી જુદી પ્રોડકટનું વેચાણ કરી આ વેચાણ કરેલ વસ્તુઓના રૂ. ૨.૫૮ લાખ કંપનીમાં કરાવવાના બદલે પોતાના અંગત ખર્ચમાં વાપરી નાખી ચાંઉ કરી ગયો હતો.
આ ફરીયાદ અંગે ગોંડલ પોલીસે ગુન્હો દાખલ કરી કરીમ ગીલાણીની શોધખોળ હાથ ધરી છે.
સગીરાનું અપહરણ
ગોંડલ પંથકની સગીરાને પ્રકાશ દિપકભાઈ વાઘેલા રહે. નેશનલ હાઈવે રોડ, ઉમવાડા ચોકડી, રમાનાથ મંદિર સામે ઝૂપડપટ્ટી લલચાવી ફોસલાવી ભગાડી જતા સગીરાના પિતાએ ઉકત શખ્સ સામે સીટી પોલીસમાં ફરીયાદ કરી છે.