સૌરાષ્ટ્ર-કચ્છ
News of Monday, 20th May 2019

મોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા નાગ ઘુસી જતા નાસભાગ: શ્રમિકોમાં ભયનો માહોલ

સોહમ પેકેજીંગ નામની ફેકટરીમાં નાગ આવી ચડતા સેવાભાવી યુવાને પકડી લીધા બાદ સૌએ રાહતનો શ્વાસ લીધો

મોરબીના લીલાપર રોડ પરની ફેકટરીમાં કોબ્રા સાપ આવી જતા  નાસભાગ મચી હતી અને બાદમાં સાપને પકડી લેવાયા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

આ અંગે મળતી વિગત મુજબ  મોરબીના લીલાપર રોડ પર આવેલ સોહમ પેકેજીંગ નામની ફેકટરીમાં છ ફૂટનો કોબ્રા સાપ આવી ચડ્યો હતો જેને પગલે ફેકટરીમાં કામ કરતા શ્રમિકોમાં થોડીવાર માટે ભયનો માહોલ છવાયો હતો કોબ્રા સાપ આવી ચડતા મોરબીમાં સાપ પકડવાનું સેવાકાર્ય કરતા યુવાન સીટીના હુલામણા નામની ઓળખાતા કૌશિક પટેલે ફેક્ટરી ખાતે પહોંચીને ભારે જહેમત બાદ કોબ્રા નાગને પકડવામાં સફળતા મળી હતી જેને સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો

 જોકે સાપ પકડાયો નહિ ત્યાં સુધી ફેકટરીમાં લોકોના શ્વાસ અધ્ધર જોવા મળ્યા હતા અને આખરે કૌશિક પટેલ નામના યુવાને સાપને પકડી લીધા બાદ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો

(11:49 pm IST)