સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th May 2018

હળવદના મંગલપુરમાં ચૂંટણીનો ખાર રાખીને ત્રણ શખ્શોએ ધારિયાથી હુમલો કર્યો:કારને કર્યું નુકશાન

હળવદના મંગલપુર ગામે ગત ચુંટણીનો ખાર રાખી ૩ શખ્સોએ યુવાનની ગાડીને નુકશાન કરીને ધરિયા વડે હુમલો કરી માથામાં ગંભીર ઈજાઓ કરી હોવાની ફરિયાદ હળવદ પોલીસ મથકમાં નોંધાઈ છે.

  બનવાની મળતી વિગત મુજબ હળવદ તાલુકાના મંગલપુર ગામે રહેતા ગોવિંદ પાંચાભાઈ ધામેચા (કોળી) (ઉ.૩૬) વાળા સાથે આરોપી મનાભાઇ કેશાભાઇ કોળી, દિપાભાઇ કેશાભાઇ કોળી અને નીકુલભાઈ સમરતભાઈ કોળી એ ગત ચુંટણીનું મનદુઃખ રાખીને ગોવિંદની કાર જીજે ૧ કેએલ ૨૨૯૮ માં લોખંડનો પાઈપ મારી નુકશાન કરી ગોવિંદને પણ ઢીકાપાટુંનો મારમારી ધારિયા વડે એક ઘા કરી માથામાં ઈજાઓ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

   યુવાનને ઈજાઓ પહોચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.બનાવ અંગે ગોવિદએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે તો હળવદ પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(10:25 pm IST)