સૌરાષ્ટ્ર-કચ્છ
News of Sunday, 20th May 2018

દ્વારકાના જગપ્રસિદ્ધ દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આવેલ ભગવાન શ્રીકૃષ્ણનાં મોટાભાઇ બલદેવજીના મંદિરમાં શોટ સર્કીટના કારણે આગ લાગી

ચાંદીના દરવાજા, આભુષણો, ઇલેક્ટ્રીક આઇટમો સહિતની બહુમૂલ્ય ચીજો સળગીને ખાખ: બલરામજીની મૂર્તી અકબંધ, ચમત્કારીક બચાવ

દ્વારકાધીશ જગતમંદિર પરિસરમાં આવેલ ભગવાનનાં મોટાભાઇ બલદેવજીના મંદિરમાં શોટ સર્કીટના કારણે વહેલી સવારના આજે આગ લાગી હતી.

ફરજ પરના સિક્યુરરીટી જવાનને જાણ થતા ફાયર સ્ટાફે તુરત  પુજારીઓને જાણ કરી હતી.મંદિરમાં આવેલ ભોગ ભંડારમાંથી પાણીની ગાગરો અને ડોલુ ભરી તેનાથી આ કાબુમાં લીધી હતી.

   પ્રાપ્ત વિગત અનુસાર આજે રવિવારના વહેલી સવારના ૫:૩૦ વાગ્યાની આસપાસ દ્વારકાધીશ જગત મંદિર પરીસરમાં આવેલ  દ્વારકાધીશના મોટાભાઈ બલદેવજીના મંદિરમાં શોર્ટ સર્કીટના લિધે અચાનક આગ લાગતા ફરજ પર રહેલ સિક્યુરીટી જવાનને આગ ધ્યાનમાં આવતા પ્રથમ દ્વારકાધીશ મંદિરના પુજારી તેમજ શારદામઠના પૂજ્ય દંડી સ્વામી તેમજ દ્વારકાધીશ મંદિરનો વહીવટ ચલાવનાર દેવસ્થાન સમિતીને જાણ કરી હતી.ત્યારબાદ ફાયર-બ્રિગેડને જાણ કરાયેલ હતી. 

તુરત જ સિક્યુરીટી જવાનો તેમજ પુજારીઓ અને ફાયર સ્ટાફના જવાનો દ્વારા ભોગ ભંડારમાંથી પાણીની ડોલું અને ગાગરૂ દ્વારા ઝડપભેર પાણી છાટી આગ કાબુમા લિધી હતી.તુરત જ આગ કાબુમા આવી જતા મોટી જાનહાની ટળી હતી.

બનાવ ની જાણ થતા શારદાપીઠના પૂજ્ય દંડીસ્વામીદેવસ્થાન સમિતીના અધિકારીઓઆર્કયોલોજી વિભાગના અધિકારીઓ, પુજારીઓ તેમજ પોલીસ સ્ટાફ ધટના સ્થળે  પહોંચી ગયેલ હતો

(6:19 pm IST)