સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

માળિયામાં પરિસ્થિતિ વધુ વણસે તે પૂર્વે સ્ટાફ અને ઓક્સિજન પૂરો પાડો : નગરપાલિકા પ્રમુખ

તાત્કાલિકના ધોરણે કામગીરી આદરી શહેરીજનોની માંગણી પુરી કરવામાં આવે તેવી અપીલ

મોરબી : માળીયા (મી.) : માળિયા મીયાણા શહેરમાં માંદગી વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં હોસ્પિટલમાં પુરતો સ્ટાફ, ઓક્સિજનના બાટલા, રેમડેસીવર ઇંજેક્શન સહિતની જરૂરિયાત પુરી પાડવા નગરપાલિકા પ્રમુખ હારુનભાઇ સંધવાણી દ્વારા લેખીત રજુઆત કરવામાં આવી હતી.
માળિયા મીયાણા શહેરમાં અશિક્ષિત વર્ગ અને કોરોના વિશે અસમંજસભરી અજ્ઞાનતાને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરી પરિસ્થિતિ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પુર્વે તાકિદે જરુરી દવાઓ, ઓક્સિજનની બોટલો અને હોસ્પિટલમાં વર્ષો જુનો પ્રશ્ર હોસ્પિટલ સ્ટાફની અછતનો તાકિદે ઉકેલ લાવી પરિસ્થિતિ બેકાબૂ બને તે પહેલાં તંત્ર જાગે, તેમ લેખિત રજુઆતમાં જણાવાયું છે. તેમજ તાત્કાલિકના ધોરણે કામગીરી આદરી શહેરીજનોની માંગણી પુરી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.

(10:45 pm IST)