સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

ગોંડલ પોલીસે ગણતરીની કલાકોમાં ચોરાઉ બુલેટ સાથે ત્રણને ઝડપી પાડયા

ગોંડલ,તા. ૨૦: ગોંડલ શહેરમાં વાહન ચોરીના બનાવો વધી રહ્યા છે ત્‍યારે અત્રેના કપુરીયા ચોક માંથી બુલેટની ચોરી થઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી પોલીસે ગણતરીની કલાકોમાં જ ચોરાઉ બુલેટ સાથે ત્રણને ઝડપી લઇ સરાહનીય કામગીરી કરી હતી.

વિગતો મુજબ ગોંડલ બસ સ્‍ટેન્‍ડ સામે ગૌતમ બુટ પેલેસ નામે દુકાન ધરાવતા અને કપુરીયા ચોક માં રહેતા ગૌતમ ભાઈ ચંદ્રકાંતભાઈ માલવયાના બુલેટ GJ01JX 5232 ની ચોરી થઇ જતાં પોલીસ ફરિયાદ નોંધાવા પામી હતી સીટી પીઆઇ એસ એમ જાડેજા એસીડીટી ઝાલા હેડ કોન્‍સ્‍ટેબલ જયદીપ સિંહ ચૌહાણ સહિતનાઓએ તપાસના ચક્રોગતિમાન કરી ચોરાઉ બુલેટ સાથે આટકોટ થી ગોંડલ તરફ આવી રહેલ કૃષ્‍ણદેવસિંહ ધર્મેન્‍દ્રસિંહ સરવૈયા રહે સાંગાણા જીલ્લો ભાવનગર, ઋષિરાજસિંહ મહાવીરસિંહ સરવૈયા રહે ગોંડલ આશાપુરા સોસાયટી અને મિહિર ફિરોજભાઈ ઠેબા રહે ગોંડલ મહાકાળી નગર વાળા ને પકડી પાડી કાર્યવાહી હાથ ધરી હતી.
 

(11:48 am IST)