સૌરાષ્ટ્ર-કચ્છ
News of Tuesday, 20th April 2021

‘સંપર્ક છોડો, કોરોનાને તોડો' મોટી પાનેલી કોરોનાને તોડવા લોકોએ સંપર્ક છોડયો વધુ ચાર દિવસનું લોકડાઉન

ત્રણ દિવસ બંધ દરમિયાન જનતા વેપારીઓના સુંદર પ્રતિસાદથી કોરોનાને લાગશે બ્રેક

(અતુલ ચગ દ્વારા)મોટી પાનેલી,તા.૨૦: ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં કોરોનાના કેશ દિવસે ને દિવસે વધી રહ્યા હતા જેને લઈને મોટી પાનેલી ગ્રામપંચાયત તેમજ ગામ આગેવાનોએ એકજુટ થઇ જાગૃતિ બતાવી પાનેલીમાં કોરોના મહામારીને બ્રેક લગાવા તાત્‍કાલિક ગ્રામજનો તેમજ વેપારી મંડળ સાથે મિટિંગ ગોઠવી પાનેલીના લોકોના હિતમાં ગ્રામજનોએ ગ્રામપંચાયત તેમજ આગેવાનોને સંપૂર્ણ સહકારની ખાત્રી બાદ પ્રાથમિક તબક્કામાં ત્રણ દિવસનું લોકડાઉન રાખેલ જેમાં ગ્રામજનો તેમજ સર્વે વેપારી ભાઈઓ એ શાનદાર પ્રતિસાદ આપી ‘સંપર્ક છોડો, કોરોનાને તોડો' સૂત્રને સાર્થક કરી બતાવ્‍યું અને ગામ આખુ અભૂતપૂર્વ રીતે સજ્જડ બંધ રહ્યું હતું ગ્રામજનો નો આવો સુંદર સહકાર સાંપડતા ગ્રામપંચાયત તેમજ આગેવાનો સાથે વેપારીમંડળના હોદેદારોની મળેલ મિટિંગમાઁ વધુ ચારદિવસ સંપૂર્ણ લોકડાઉન રાખી કોરોનાની ચેઇનને સંપૂર્ણ પણે તોડવાનો નિર્ણય લેવામાં આવેલ છે આગામી તારીખ એકવીસ થી ચોવીસ એટલેકે બુધવારથી શનિવાર સુધી પાનેલી મોટી સંપૂર્ણ સ્‍વેઇચ્‍છીક બંધ રાખી તમામ ગ્રામજનો સાથે નાના મોટા વેપારીઓ સહીત લારી ગલ્લા વાળા પણ ગામહિત માઁ જોડાઈ ગામને મહામારીથી બચાવવાના પ્રયાસમાં સર્વો સહકાર અર્પિત કરે તેવો ગ્રામ પંચાયત સરપંચ ઉપસરપંચ સહીત ગામ આગેવાનો તેમજ વેપારી મંડળ દ્વારા અપીલ કરવામાં આવેલ છે. 

(11:38 am IST)