સૌરાષ્ટ્ર-કચ્છ
News of Saturday, 20th April 2019

રાજકોટ-ભાવનગર હાઇવે પર બાબરા નજીક ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે લોકોના કમકમાટીભર્યા મોત

બાબરા મધ્યમાંથી પસાર થતા રાજકોટ ભાવનગર સ્ટેટ હાઇવે ઉપર ડમ્પર અને બાઈક વચ્ચે અકસ્માતમાં બે લોકોના કરૂણમોત નિપજ્યા છે

  વિગત મુજબ બપોરે પોલીસ મથક નજીક ડમ્પર નંબર જીજે ૧૧ ટીટી ૭૫૧૩ સાથે સામે થી આવી રહેલા બાઈક નંબર જી.જે.૧૪ એફ.૩૫૭૬ ધડાકાભેર અથડાતા બાઈક સ્વાર સુરેશભાઈ રતાભાઈ સુવાણ(ઉ.વ.૩૫), જગાભાઈ બાવદિનભાઈ રાઠોડ (ઉ.વ. ૪૮) નું કમકમાટી ભર્યા મોત થયા હતા

 મૃતક સુરેશભાઈ બાબરા માલધારી સમાજ ના યુવા અગ્રણી અને દૂધ કલેકશન ડેરી તેમજ ખેતી પશુપાલન નો વ્યવસાય કરતા હતા. જ્યારે જગાભાઈ ખેતી સહિત મજુરી કરી પોતાનું જીવન નિર્વાહ કરતા હોવાનું જાણવા મળ્યું છે ગ્રામ્ય મધ્ય માં પસાર થતા રોડ ઉપર અકસ્માત થી વાહન વ્યવહાર સ્થગિત બનતા પોલીસ મથક ના મહિલા ફોજદાર ગીતા આહીર સહિત ના સ્ટાફે દોડી આવી મૃતકો ને પી.એમ. માટે દવાખાને ખસેડવા સહિત વાહન વ્યવહાર પૂર્વવર્ત કરાવી અને અકસ્માત નોતરી નાશી છુટેલા વાહન ચાલક ની શોધખોળ શરૂ કરવા માં આવી છે

 બનાવ ના પગલે માલધારી સમાજ અને કોળી સમાજ સહિત ના લોકો સરકારી દવાખાને મોટી સંખ્યા માં દોડી આવ્યા હતા અને ગ્રામ્ય વિસ્તાર માં શોક નો માહોલ થયો છે.

(9:16 pm IST)